કેમેરાનો કાચ તોડીને ફોટોગ્રાફરે ક્લિક કરી કપલની ખૂબસુરત તસવીરો, 7 કરોડ વ્યુઝ આવવા પર લોકો બોલ્યા- ફિલ્ટર લગાવી લેતા…!

ફોટોગ્રાફી એ ફક્ત એક કામ નથી પણ કેટલાક લોકોનું જુનુન છે, જુસ્સો છે અને આ જુસ્સાને અનુસરવા માટે, તેઓ ઉત્તમ ફોટોગ્રાફ ક્લિક કરતાં હોય છે, ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક વીડિયોમાં પણ આવું જ કંઈક જોવા મળે છે. જેમાં એક કેમેરામેન કપલનો ફોટો લેવા માટે તેના DSLRનો કાચ તોડી નાખે છે અને જ્યારે તે ફોટો લે છે, ત્યારે જે ફોટોગ્રાફ ક્લિક થાય છે, જેને જોતાં તમે પણ કહેશો અરે વાહ શું ફોટોગ્રાફી છે.

પરંતુ જ્યારે તે ઇન્સ્ટાગ્રામ પર આ આખા કારનામાનો વીડિયો અપલોડ કરે છે, ત્યારે રીલ સુપર હિટ થઈ જાય છે અને વીડિયોને 7 કરોડથી વધુ વ્યૂઝ મળી જાય છે. પરંતુ કોમેન્ટ સેક્શનમાં, લોકો વ્યક્તિને કેમેરાનો કાચ તોડવાને બદલે ફિલ્ટર્સ લગાવવાની સલાહ આપતા જોવા પણ જોવા મળી રહ્યા છે. તમે વિડિયોમાં જોઈ શકો છો કે વ્યક્તિ પહેલા પથ્થરથી કેમેરાનો કાચ તોડે છે. લગભગ 15 સેકન્ડ સુધી પથ્થરથી પોતાની ઇચ્છા મુજબ કાચ તોડ્યા બાદ, તે સૂર્યાસ્ત સમયે કપલનો ફોટો ક્લિક કરે છે અને બાદમાં તેને એડિટ કરીને વીડિયોમાં જોડે છે. લીધેલા બંને ફોટા એટલા સુંદર લાગે છે. પરંતુ યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં તે વ્યક્તિને પૂછી રહ્યા છે કે શા માટે તેણે આવું કર્યું?

ડેવિડ રાજપૂત નામના યુઝરે ઇન્સ્ટાગ્રામ પર આ રીલ પોસ્ટ કરી અને લખ્યું – તમારું પ્રી-વેડિંગ ફોટોશૂટ બુક કરો. અત્યાર સુધીમાં આ વીડિયોને 7 કરોડ 41 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. ફોટોગ્રાફરની આ વાયરલ રીલમાં કેમેરાનો કાચ તોડવા છતાં પરિણામ જોઈને યુઝર્સ એટલા સંતુષ્ટ નથી. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું- ભાઈ, હું ફિલ્ટર્સમાં માનતો નથી. બીજા યુઝરે કહ્યું કે જો તમે લેન્સ તોડી નાખો તો જ હું વિશ્વાસ કરીશ. ત્રીજા યુઝરે લખ્યું કે અંદર આશા અને વાસ્તવિકતા છે. ચોથા યુઝરે કહ્યું કે ભાઈ, આ શોટ આ રીતે પણ લઈ શકાય છે.

Previous Article

ઝારખંડમાં બસ-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, કાવડયાત્રા દરમિયાન સર્જાયો ગંભીર અકસ્માત, 18 કાવડિયાઓના કરૂણ મોત, 20 ઘાયલ

Next Article

થાર ચલાવી રહેલા યુવકે સ્કૂટી સવાર વૃદ્ધને મારી ટક્કર, રિવર્સ કરી ફરી માર્યુ...વીડિયો કરી દેશે પરેશાન

error: Protected Content!
Exit mobile version