પાયલ રોહતગીએ આગ્રામાં 9 જુલાઈ 2022ના રોજ સંગ્રામ સિંહ સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. તેણે પોતાની ખુશી પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી હતી. જો કે, હવે એવું લાગી રહ્યું છે કે પાયલ અને તેના પતિ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. વાસ્તવમાં પાયલ અને સંગ્રામ વચ્ચેનું બોન્ડિંગ એકદમ ખરાબ થઈ ગયું હોય તેમ લાગી રહ્યુ છે, અને તે લડાઈ અને પોલીસની ધમકીઓ સુધી પહોંચી ગયું છે.
નવાઈની વાત એ છે કે પાયલે એક રૂમની અંદર તેના અને તેના પતિ વચ્ચે થઈ રહેલી ગંદી લડાઈનો વીડિયો યુટ્યુબ પર શેર કર્યો છે, જેના પછી લોકો કહેવા લાગ્યા છે કે પાયલ હંમેશા તેના પતિ અને પરિવારનું અપમાન કરે છે.વીડિયોમાં તે તેના પતિ સંગ્રામ સિંહ સાથે લડતી જોવા મળે છે. આ વિડિયો ઘરમાં હાજર કેમેરામાં કેદ થયો હતો. વીડિયોમાં પાયલ સતત સંગ્રામ સિંહ અને તેના બેકગ્રાઉન્ડ વિશે અભદ્ર વાતો કરતી જોવા મળી રહી છે.
પાયલ સંગ્રામના બેકગ્રાઉન્ડ પર પણ આંગળી ચીંધી રહી છે. પાયલ અને સંગ્રામ વચ્ચેની આ લડાઇનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પાયલ બિલ્ડિંગના રિનોવેશનને કારણે ઘરમાં આવતી ધૂળ અને ગંદકી વિશે સંગ્રામને ફરિયાદ કરવાનું શરૂ કરે છે.તે સંગ્રામને ઘરને ધૂળ-માટીથી બચાવવા માટે ઢાંકવાનો સામાન લેવાની વાત કરે છે, ત્યારે તે કહે છે કે તેની પાસે સમય નથી. તે આના પર ગુસ્સે થાય છે અને કહે છે – મારી પાસે પણ સમય નથી, આ પછી, સંગ્રામ લાઇટ બંધ કરે છે અને પાયલ તે લાઇટ ચાલુ કરે છે.
આ પછી, પાયલ ફરીથી સંગ્રામની પાછળ જાય છે અને કહે છે – મારી સાથે ખોટી ભાષામાં વાત ન કરો, મારી સાથે યોગ્ય રીતે વાત કરો. આ પછી, જ્યારે સંગ્રામ ગુસ્સામાં તેની તરફ આગળ વધે છે, ત્યારે પાયલ ચીસો પાડે છે કે હાથ ના લગાઇશ. મારી સાથે બરાબર વાત કર, મારી સાથે ખરાબ રીતે વાત કરવાનો પ્રયાસ ના કર. તુ આદમી હોય તો લાવ કવર, પોલી કવરની શીટ લગાવ, 15 વર્ષથી અહીં કવરિંગ નથી કરાવ્યુ. લગ્ન પછી આવમાં બેઠી છું, તુ આદમી છે ? આના પર સંગ્રામ કહે છે કે તારે જે કરવું હોય તે કર.
પાયલ કહે છે કે- તું કોઇ નથી કે આવી રીતે મારા પર બૂમો પાડે, આવી વાત કરે. તુ મારી સાથે લડવા માટે જ ઘરમાં ઘુસે છે. તુ ઘરમાં પ્લાન સાથે જ ઘુસે છે. આ પછી જ્યારે સંગ્રામ ફરીથી ગુસ્સામાં તેની પાસે જાય છે, ત્યારે પાયલ તેને દૂર રહેવા માટે કહે છે અને પુરાવા બતાવવાની વાત કરે છે. પાયલ કહે છે – મારી પાસે વાત કરવાની રીતભાત નથી, નમ્રતાથી વાત કર. પાયલ અને સંગ્રામ વચ્ચે લાંબી લડાઇ ચાલે છે. જો કે આ વીડિયો જોયા બાદ લોકો સતત પોતાનો ગુસ્સો પાયલ પર કાઢી રહ્યા છે.
ઘણા લોકોએ કહ્યું છે – આ માણસને આ દેશમાં આટલું માન આપવામાં આવે છે, તમે તેને કેમ બરબાદ કરી રહ્યા છો ? એકે કહ્યું- ભાઈ, તે આવી વાતો કેવી રીતે કહી શકે? આ એકદમ ક્લાસિસ્ટ છે, સંગ્રામ તેને કેવી રીતે અને શા માટે સહન કરી રહ્યો છે ? જ્યારે બીજાએ કહ્યું- એવું લાગે છે કે પાયલ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી સંઘર્ષ કરી રહી છે. એકે કહ્યું- પાયલ જે રીતે તેના પતિ અને તેના પરિવારનું નાની નાની બાબતો પર સતત અપમાન કરે છે અને પછી તેને સોશિયલ મીડિયા પર બતાવે છે તે ખૂબ જ હેરાન કરનારું છે.
