કોણ હતી RJ સિમરન ? ગુરુગ્રામના ફ્લેટમાં મળ્યો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરનો મૃતદેહ, આપઘાત પર પરિવારનું શું છે કહેવુ ?
પોલીસ પ્રખ્યાત રેડિયો જોકી આરજે સિમરન સિંહે કથિત રીતે આત્મહત્યા કરી હોવાની ખબર છે, જેની તપાસ પોલિસ કરી રહી છે. જમ્મુની ધડકન તરીકે પ્રખ્યાત 25 વર્ષીય રેડિયો જોકી સિમરને આ પગલું કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ નથી. શું તે કોઈ તણાવમાંથી પસાર થઈ રહી હતી કે મામલો કંઈક બીજો હતો ? આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે પોલીસ સિમરનના પરિવારના સભ્યો અને તેના તમામ ખાસ મિત્રોની પૂછપરછ કરી રહી છે.
સિમરનની આત્મહત્યા અંગને જાણ તેની સાથે રહેતી મિત્રએ પોલીસને કરી હતી. સમરન ગુરુગ્રામ સ્થિત સેક્ટર-47 સ્થિત રહેતી હતી, જ્યાં તેણે આપઘાત કર્યો હતો. સિમરને સેન્ટ્રલ યુનિવર્સિટી જમ્મુમાંથી અભ્યાસ કર્યો હતો. તે એકદમ આશાસ્પદ હતી. ત્યાંથી તેનું પ્લેસમેન્ટ રેડિયો મિર્ચીમાં આરજે તરીકે થયુ. સિમરન નાની ઉંમરમાં જ ફેમસ થઈ ગઈ હતી. તેના અવાજનો જાદુ એવો હતો કે લોકો તેને ‘જમ્મુની ધડકન’ પણ કહેતા.
તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ હતી, તેના ઈન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે ફોલોઅર્સ છે. સિમરને તેની છેલ્લી પોસ્ટ 13 ડિસેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર કરી હતી. સિમરન મૂળ જમ્મુના નાનક નગરની રહેવાસી હતી. રેડિયો મિર્ચીમાં થોડા વર્ષો કામ કર્યા બાદ સિમરન નોકરી છોડીને વર્ષ 2021માં ગુરુગ્રામ આવી ગઈ. અહીં તેણે કેટલાક મિત્રો સાથે મકાન ભાડે રાખ્યું. સિમરન ફ્રીલાન્સર તરીકે કામ કરતી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હતી. તેના વીડિયોને લાખો વ્યૂઝ પણ મળતા. દીકરી ગુમાવ્યા બાદ પરિવારની હાલત ઘણી ખરાબ છે.
સિમરન ઘરમાં તેના નાનાની સૌથી નજીક હતી. માતા-પિતાની પ્રિય સિમરન હવે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી ચાલી ગઈ છે. પરિવારના સભ્યો અનુસાર, સિમરન છેલ્લા કેટલાક સમયથી પરેશાન હતી જેના કારણે તેણે આ પગલું ભર્યું હશે. પરિવારજનોની લેખિત ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં આ અંગે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. પરિવારે ન તો કોઈ પર આરોપ લગાવ્યો છે કે ન તો કોઈની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી છે. પોલીસને સિમરનના ફ્લેટમાંથી કોઈ સુસાઈડ નોટ પણ નથી મળી.