અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં મોટી ખામી હતી ? આ ભાઈએ એવા એવા ખુલાસા કર્યા કે હોંશ ઉડી જશે

‘AC નથી ચાલતું અને ટચ સ્ક્રીન પણ નહિ’ ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં ખામી હતી ? જુઓ વાયરલ VIDEO

અમદાવાદ, ગુજરાતમાં ભયંકર વિમાન અકસ્માત બન્યો છે જેમાં 242 મુસાફરો બેઠા હતા. આ વિમાન અચાનક ક્રેશ થઈ જવાથી અસંખ્ય લોકોના જીવ ગયા છે. આ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. એક વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવે છે કે આ વિમાન ટેકનિકલ ત્રુટિના કારણે ક્રેશ થયું હતું. આકાશ વત્સ નામના ટ્વિટર વપરાશકર્તાએ વીડિયો સહિત ટ્વિટ કર્યું છે. દિલ્હીથી અમદાવાદ સફર કરનાર આકાશ વત્સે વીડિયો સાથે ઘણી ખામીઓની ફરિયાદ કરી હતી.

આકાશ વત્સે લખ્યું હતું કે, ‘અમદાવાદથી ઉડાન ભર્યાના 2 કલાક અગાઉ હું પણ તે જ ફ્લાઇટમાં હતો. હું DEL-AMD થી આ ફ્લાઇટમાં પ્રવાસ કર્યો હતો. મને ત્યાં અસામાન્ય બાબતો નજરે પડી. મેં airindiaને ટ્વિટ કરવા માટે એક વીડિયો પણ બનાવ્યો છે.

તમને માહિતી આપીએ કે, આ દરમિયાન વિમાન દુર્ઘટના પૂર્વે એક વીડિયો સામે આવ્યો છે, જે વિમાનમાં બેઠેલા એક મુસાફર આકાશ વત્સે બનાવ્યો હતો. આ વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે વિમાનમાં ચોક્કસ કોઈ ખામી હતી. તમને જણાવીએ કે મુસાફર આકાશ વત્સે વિમાનમાં અનેક ખામીઓ વિશે ચર્ચા કરી છે. આકાશ વત્સ આ વિમાનમાં 2 કલાક પહેલા અમદાવાદ પહોંચ્યો હતો. વીડિયોમાં, આકાશ વત્સ કહે છે, ‘એસી ચાલુ નથી, સામાન ખરાબ થઈ ગયેલું છે, અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. સીટોની આગળની સ્ક્રીનો પણ ચાલતી નથી. આ એર ઈન્ડિયાનું ડ્રીમલાઈનર વિમાન છે. કેબિન ક્રૂને બોલાવવા માટે આપવામાં આવેલા બટનો પણ કાર્ય કરતા નથી’

Previous Article

અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ CM વિજય રૂપાણીનો છેલ્લો ફોટો? જુઓ નીચે

Next Article

અમદાવાદ પ્લેન ક્રેશમાં 27 વર્ષિય ફેમસ ટ્રાવેલ ઇન્ફ્લુએસરનું પણ મોત, એર ઇન્ડિયા ક્રૂનો હતી ભાગ..બાળપણના સપનાને પૂરુ કરી બની હતી એર હોસ્ટેસ

error: Protected Content!
Exit mobile version