અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ CM વિજય રૂપાણીનો છેલ્લો ફોટો? જુઓ નીચે

ગુજરાતના અમદાવાદમાં આજે બપોરના સમયે બનેલી એર ઈન્ડિયાની ભયંકર વિમાન દુર્ઘટનાએ આખા ગુજરાત સહિત દેશને મોટા આઘાતમાં મૂકી દીધું છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ AI171 નો અકસ્માત થયો, જેમાં 10 ક્રૂ સભ્યો સહિત 242 વ્યક્તિઓ હાજર હતા. આ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા એવા વિજય રૂપાણી પણ હાજર હતા.

અકસ્માત પૂર્વે વિમાનમાં તેમની ઉપસ્થિતિ બતાવતી એક તસવીર સામે આવી છે, જે સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઈ રહી છે. પ્લેનમાં 242 પેસેન્જર સવાર હતા જેમાં હાલ એવી ખબર સામે આવી રહી છે કે 150થી વધુના મોત થયા છે. વાયરલ તસવીરમાં વિજય રૂપાણી વિમાનની અંદર બેઠેલા દેખાઈ રહ્યા છે, જે સાબિત કરે છે કે તેઓ ચોક્કસ આ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહ્યા હતા. આ વિમાનમાં 169 ભારતીય લોકો સહિત અલગ અલગ દેશોના લોકો પણ હાજર હતા.

આ ઘટના બાદ વિજય રૂપાણીના નિવાસસ્થાને ભાજપના અધિકારીઓ અને સંસ્થાકીય કર્મચારીઓની ભીડ જોવા મળી રહી છે. હાલમાં બચાવ અને રાહત કામકાજ જોરશોરથી ચાલુ છે, પરંતુ વિશાળ જાનહાનિની શંકા પ્રગટ કરવામાં આવી રહી છે.

નોંધ: ગુજ્જુરોકસ આ તસ્વીરની પુષ્ટિ કરતુ નથી.

Previous Article

ઉત્તરાખંડમાં સર્જાયો ગંભીર અકસ્માત: ચારધામ યાત્રા ઉપર ગયેલ ગુજરાતી યાત્રીઓની બસ પલટી, કેદારનાથ જતાં બની દુર્ઘટના, 18 ઘાયલ, 3ની હાલત નાજુક

Next Article

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં મોટી ખામી હતી ? આ ભાઈએ એવા એવા ખુલાસા કર્યા કે હોંશ ઉડી જશે

error: Protected Content!
Exit mobile version