‘રામાયણ’ના સેટથી લીક થયો રણબીર કપૂર અને સાઇ પલ્લવીનો લુક, રામ-સીતાના અવતારમાં નજર આવી નવી જોડી

પહેલીવાર ભગવાન રામ બનેલ રણબીર કપૂરના થયા દર્શન, સીતા માતા બની સાઇ પલ્લવી, ‘રામાયણ’ના સેટથી તસવીરો લીક

કરો રામ અવતારમાં રણબીર કપૂરના દર્શન, સીતા બનેલ સાઇ પલ્લવી પણ જીતી રહી છે દિલ

‘એનિમલ’ની ભવ્ય સફળતા બાદ રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. નિતેશ તિવારીની ‘રામાયણ’ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તે આ ફિલ્મને ત્રણ ભાગમાં દર્શકો સમક્ષ લાવશે. રામાયણ મોટા બજેટની ફિલ્મ છે. તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, જેની ઘણી તસવીરો પણ સામે આવી છે. આ પહેલા જ્યારે સેટ પરથી ફોટા લીક થયા હતા, ત્યારે ડિરેક્ટરે સેટ પર ‘નો ફોન પોલિસી’નો ઓર્ડર જારી કર્યો હતો. જો કે હવે ફરી એકવાર આવો જ સીન જોવા મળ્યો છે, જેમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીના ફોટો લીક થયા છે.

સામે આવેલી તસવીરોમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં અને સાઈ પલ્લવી માતા સીતાના ગેટઅપમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ 2025માં રિલીઝ થવાની છે અને તે પહેલાથી જ સૌથી વધુ ચર્ચિત પ્રોજેક્ટ્સમાંની એક છે. રણબીર કપૂર ભગવાન રામનો રોલ કરી રહ્યો છે અને સાઈ પલ્લવી સીતાનો રોલ કરી રહી છે. બંને કલાકારો પહેલીવાર એકસાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે.

રણબીરે એવો પણ દાવો કર્યો હતો કે આ રોલ માટે શૂટિંગ કરતી વખતે તે સંપૂર્ણ શાકાહારી બની ગયો છે. રણબીર કપૂર અને સાઈ પલ્લવી રામ-સીતાના ગેટઅપમાં મસ્ત લાગી રહ્યા છે. તેમની પાછળ પાણી અને ભવ્ય મહેલની દિવાલ દેખાય છે. જો કે આ તસવીરો જોઈને કેટલાક લોકો ખુશ તો કેટલાક નાખુશ દેખાઈ રહ્યા છે.

આ પહેલા સેટ પરથી લારા દત્તા અને અરુણ ગોવિલના ફોટા વાયરલ થયા હતા, જેમાં અભિનેત્રી કૈકેયી અને અભિનેતા રાજા દશરથની ભૂમિકામાં જોવા મળ્યા. જ્યારે શીબા ચઢ્ઢા મંથરાના અવતારમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે ડિરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’માં રણબીર કપૂર અને સાઈ પલ્લવી લીડ રોલમાં છે. KGF સ્ટાર યશ રાવણનું પાત્ર ભજવતો જોવા મળશે. અહેવાલો છે કે આ ફિલ્મમાં બોબી દેઓલ અને વિજય સેતુપતિ જેવા સ્ટાર્સ પણ જોવા મળી શકે છે.

રણબીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટર છેલ્લે ‘એનિમલ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનું પાત્ર એકદમ ધમાકેદાર હતુ. રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરી સાથે અભિનેતાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. ત્યારે હવે અભિનેતા ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવશે. રીપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યુ છે કે ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા છે. જો કે હજુ સુધી ઓફિશિયલી આના વિશે માહિતી સામે નથી આવી.

Previous Article

IPL 2024 : CSK vs SRH મેચમાં પહેલીવાર પતિ ધોનીને સપોર્ટ કરવા સાક્ષી પહોંચી સ્ટેડિયમ, મિત્રો સાથે સ્ટેડિયમમાં કરી મોજ- જુઓ

Next Article

"ફક્ત મહિલાઓ માટે" બાદ હવે ગુજરાતી મેગાસ્ટાર યશ સોનીની આવી રહી છે નવી ફિલ્મ "ફક્ત પુરુષો માટે", રિલીઝ ડેટ થઇ જાહેર

error: Protected Content!
Exit mobile version