બ્રાઇડલ લુકમાં ‘દીયા ઔર બાતી હમ’ની સંજના બિંદણીએ કર્યો ધમાકેદાર ડાંસ…જુઓ વીડિયો

દીપિકા સિંહનો બ્રાઇડલ લુકમાં ડાંસ વીડિયો આવ્યો સામે, લોકો બોલ્યા- એવી શું મજબૂરી છે…જુઓ વીડિયો

સ્ટાર પ્લસ સીરિયલ ‘દીયા ઔર બાતી હમ’ની સંજના બિંદણીથી લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસ દીપિકા સિંહ આ દિવસોમાં કલર્સ શો મંગલ લક્ષ્મીમાં નજર આવી રહી છે. ત્યાં દીપિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ચાહકો સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. દીપિકાના ડાંસ વીડિયો ઘણા પોપ્યુલર છે. જો કે, હાલમાં અભિનેત્રીનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના ઓનસ્ક્રીન પતિની ભૂમિકા ભજવતા અભિનેતા નમન શૉ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ વીડિયો જોઈને ચાહકોની હસી નીકળી રહી છે. દીપિકા સિંહે ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં તે રેડ બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. મંગલ લક્ષ્મી શોમાં તેના કો સ્ટાર તરીકે જોવા મળી રહેલ નમન શૉ પણ આ વીડિયોમાં જોવા મળે છે. ક્લિપમાં અભિનેત્રી બૂહે બારિયં ગીત પર ડાન્સ કરતી જોઈ શકાય છે. જ્યારે અભિનેતા નમન શૉ પણ તેને સપોર્ટ કરી રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ ફેન્સ તરફથી ઘણી પ્રતિક્રિયા મળી રહી છે.

આ વીડિયોને શેર કરતી વખતે દીપિકા સિંહે કેપ્શનમાં લખ્યું, મારા કો એક્ટર નમન શૉ સાથે. અદિત અને મંગલને તમારો પ્રેમ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મંગલ લક્ષ્મી દરરોજ રાત્રે 9 કલાકે. આ વિડિયો શેર કર્યા પછી, જ્યારે સેલેબ્સે ફની ઇમોજી શેર કરી રહ્યા છે, તો લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એકે લખ્યું, એરેન્જ્ડ મેરેજ ડરામણા છે. આ શું છે. અન્ય એક યુઝરે લખ્યું, ખબર નહિ કેમ બાજુમાં ઉભેલા છોકરા માટે મને આટલું ખરાબ લાગી રહ્યું છે.

અન્ય એકે લખ્યું, પરિવારના સભ્યોએ ક્યાં ફસાવી દીધા ? ઉલ્લેખનીય છે કે દીપિકા સિંહે ઘણા મોટા ટીવી શોમાં કામ કર્યું છે, અને ભૂતકાળમાં લાંબો બ્રેક પણ લીધો હતો. પાંચ વર્ષના બ્રેક દરમિયાન દીપિકાએ ક્લાસિકલ ડાન્સનો અભ્યાસ પૂરો કર્યો, ત્યારબાદ તે ફરી એકવાર નાના પડદા પર પરત ફરી છે. હવે દીપિકા ટીવી સિરિયલ મંગલ લક્ષ્મીમાં હોમ મેકરની ભૂમિકામાં જોવા મળી રહી છે.

Previous Article

મેચ હારીને પણ બુમરાહે જીત્યુ દિલ, બાળકને આપી એવી ગિફ્ટ કે ખુશી પહોંચી સાતમા આસમાન પર, વીડિયો ઇન્ટરનેટ પર છવાઇ ગયો

Next Article

The Future of Sports: Wearable Tech and Data Analytics

error: Protected Content!
Exit mobile version