સોશિયલ મીડિયા પર આમ તો દરેક બોલિવૂડ સ્ટાર હેડલાઇન્સમાં રહે છે, પરંતુ આજકાલ બધાની નજર કંગના શર્માની સ્ટાઇલ પર ટકેલી છે. 2016માં ગ્રેટ ગ્રાન્ડ મસ્તી ફિલ્મથી ડેબ્યૂ કરનાર કંગનાએ ધ કપિલ શર્મા શો અને તુ સૂરજ મેં સાંજ પિયા જી સીરિયલમાં પણ કામ કર્યુ છે. જો કે, લગ્ન પછી તેણે ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. તે એક પુત્રની માતા પણ છે જો કે પતિથી અલગ થઈ ગઈ છે. કંગનાના સ્ટાઇલિશ લુક્સ અવાર નવાર જોવા મળે છે.
જણાવી દઇએ કે, બોલિવૂડ હોય કે ટીવી ઇન્ડસ્ટ્રી આ ગ્લેમર દુનિયામાં પોતાનું નામ બનાવવા માટે સખત મહેનત કરવી પડે છે. ઘણા લોકો આ સંઘર્ષથી એટલા કંટાળી જાય છે કે તેઓ સ્ટાર બનવાની આશા છોડી દે છે, પરંતુ ઘણા લોકો પોતાનો સંઘર્ષ ચાલુ રાખે છે અને સફળતા મેળવે છે. ઘણા લોકો માટે સંઘર્ષની કહાની ખૂબ જ પીડાદાયક બની જાય છે અને કંગના સાથે પણ આવું જ બન્યું.
કંગના શર્માએ ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત તે ‘કપિલ શર્મા શો’ અને ‘તુ સૂરજ મેં સાંજ પિયા જી’ સીરિયલમાં પણ જોવા મળી છે. જ્યારે કંગના ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી, ત્યારે તે એક એવા વ્યક્તિને મળી જેણે તેનું બધું જ બરબાદ કરી દીધું. વર્ષ 2019માં તે યોગેશ નામના એક વ્યક્તિને મળી, જેની સાથે તેણે લગ્ન પણ કર્યા.
શરૂઆતમાં તો તે યોગેશ સાથે લગ્ન કરવા માંગતી નહોતી કારણ કે તે પરિવારમાં એકમાત્ર કમાનાર હતી અને ભાઈ ખૂબ નાનો હતો. ખાસ વાત તો એ કે માતા અને બહેનના લગ્ન પણ યોગ્ય ન નીકળ્યા. કંગના શર્માએ આ મામલે કહ્યું- શરૂઆતમાં, યોગેશે પોતાને ખૂબ જ સારી રીતે બતાવ્યો. તે પોતાનો બધો સમય મને આપતો હતો. ક્યારેક તે મને વિદેશ પ્રવાસે લઈ જતો તો ક્યારેક ધાર્મિક સ્થળે. આ કારણે હું તેની ખૂબ નજીક આવી ગઇ. તે મારી સાથે સારો વ્યવહાર કરતો હતો. આવી સ્થિતિમાં મેં પણ તેનો આદર કરવાનું શરૂ કર્યું.
મારા પરિવારના સભ્યોને પણ યોગેશની આ આદતો ગમવા લાગી. મારી સાથે, તેમણે મારા પરિવારના સભ્યોનું પણ ધ્યાન રાખ્યું. વેલેન્ટાઇન વીક દરમિયાન યોગેશ મને મનીષ મલ્હોત્રાના શોરૂમમાં લઈ ગયો અને મને એક મોંઘો લહેંગો અપાવ્યો અને પોતાના માટે શેરવાની ખરીદી. આ બધા પછી તે મને બાલી લઈ ગયો અને ત્યાં હેલિકોપ્ટરમાં મને પ્રપોઝ કર્યું. આ પછી જ્યારે મેં હેલિકોપ્ટર પરથી નીચે જોયું, ત્યારે તેણે આખા ટાપુ પર લખ્યું હતું – શું તમે મારી સાથે લગ્ન કરશો કંગના. કંગના શર્માએ કહ્યું – આ બધું જોઈને મને ખૂબ આનંદ થયો.
ટાપુ પર લગ્નનો મંડપ પણ તૈયાર હતો. પણ મારા પરિવારના સભ્યો કે તેના પરિવારના સભ્યો ત્યાં નહોતા. મારું કન્યાદાન એક ટ્રાવેલ એજન્ટની માતાએ કર્યું હતું. આખરે, અમારા લગ્ન થયા. જ્યારે અમે લગ્ન પછી ઘરે પાછા ફર્યા, ત્યારે મારી માતા આ વાતથી ખૂબ જ નારાજ હતી પણ પછી તે સંમત થઈ ગઈ. આ પછી, અમે પરિવારના સભ્યોની સામે બીજીવાર લગ્ન કર્યા. આ લગ્નના અઢી મહિના પછી જ હું ગર્ભવતી થઈ ગઈ હતી.
આ તે સમય હતો જ્યારે કોરોના આખા દેશમાં ફેલાઈ રહ્યો હતો. મારી કારકિર્દીના શરૂઆતના તબક્કામાં હું પ્રેગ્નેટ થવા માંગતી નહોતી, પણ યોગેશને બાળક જોઈતું હતું. ગર્ભાવસ્થાના આ 9 મહિનામાં યોગેશે મને પરિવારથી દૂર રાખી હતી. મારા ઘરે જે કોઈ આવતું તેને મને મળવાની મંજૂરી નહોતી. આ કારણે હું મુંબઈમાં એકલી પડી ગઇ હતી. આટલું બધું થયા પછી પણ તેણે મને તેના પરિવાર સાથે પરિચય કરાવ્યો નહીં. તે કહેતો કે મારી માતા ખૂબ જ ખતરનાક છે. લગ્નની જાણ થતાં તે મારી પત્નીને મારી નાખશે. કંગનાએ જણાવ્યું કે ડિલિવરી સમયે યોગેશ મને મારી બહેન પાસે છોડી ગયો હતો.
મેં એક દીકરાને જન્મ આપ્યો. યોગેશ તેના દીકરાના જન્મ પર તેની માતા સાથે મને મળવા આવ્યો હતો. પણ તે પછી યોગેશે ધીમે ધીમે મને મળવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી મને ખબર પડી કે યોગેશ પહેલાથી જ પરિણીત હતો અને તેના છૂટાછેડા થઈ ગયા હતા. એ પણ ખબર પડી કે મારી સાથે લગ્ન પછી પણ તેના ઘણા અફેર હતા. આ પછી હું સંપૂર્ણપણે ભાંગી પડી. મને કંઈ પણ વિશ્વાસ નહોતો આવતો. તે સમયે હું ડિપ્રેશનમાં આવી ગઇ હતી.
