જન્નત ઝુબૈરનો પહેલીવાર જોવા મળ્યો બોલ્ડ અવતાર, પાણીમાં લગાવી આગ

ઉફ્ફ ! નદીમાં પાણી-પાણી થઇ આ હસીના, જલપરી બની લગાવ્યો હોટનેસનો તડકો, બેબાકી જોઇ ઉડ્યા ચાહકોના હોંશ

જલપરી બની નદીમાં ઉતરી જન્નત ઝુબૈર, ઝરણા નીચે આપ્યા સિઝલિંગ પોઝ- પળવારમાં જ વાયરલ થઇ ગઇ તસવીરો

ઇન્ડસ્ટ્રીમાં ઘણી હસીનાઓ છે, જે પોતાના લુકથી ચાહકોને દિવાના બનાવી દે છે. આજે અમે જે હસીના વિશે વાત કરી રહ્યા છીએ તેની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થાય છે. તાજેતરમાં જ આ હસીનાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો દીવાના થઈ ગયા છે. આ દિવસોમાં તે પર્વતોમાં ક્વોલિટી ટાઇમ વિતાવતી જોવા મળે છે. આ હસીના બીજું કોઈ નહીં પણ જન્નત ઝુબૈર છે.

જન્નત ઝુબૈર ફક્ત પોતાના અભિનયથી જ નહીં પરંતુ પોતાની સુંદરતાથી પણ ચાહકોને બધાને દિવાના બનાવે છે. તાજેતરમાં જ તેણે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ દિવસોમાં જન્નત વેકેશન પર છે. ત્યારે આ દરમિયાન તેણે જે તસવીરો શેર કરી છે તેમાં તે જલપરી લાગી રહી છે.

હસીના ડીપ નેક ટ્યુબ ટોપમાં જોવા મળી રહી છે, જેમાં તેનું આખું શરીર પાણીમાં ભીનું છે. તસવીરોમાં, જન્નત નદીમાં જોવા મળે છે અને એક પછી એક સિઝલિંગ પોઝ આપી રહી છે. આ તસવીરોમાં જન્નતનો નો મેકઅપ લુક સ્પષ્ટ દેખાય છે. આ તસવીરો શેર કરતાં જન્નત ઝુબૈરે કેપ્શનમાં લખ્યું, ‘સ્વપ્નો અને ધુમ્મસભર્યા જાદુમાં ડૂબી ગઈ.’

ચાહકો જન્નતની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને દિલથી પ્રેમ વરસાવી રહ્યા છે.એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત ઝુબૈરની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે, તેને ઇન્સ્ટાગ્રામ પર 49.7 મિલિયન લોકો ફોલો કરે છે, જે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ફેન ફોલોઇંગ કરતા ઘણી વધારે છે. જન્નતે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જો કે હવે તે લીડ એક્ટ્રેસ તરીકે ઇન્ડસ્ટ્રીને ઘણા હિટ શો આપી ચૂકી છે.

જણાવી દઈએ કે જન્નત પોતાના કામની સાથે સાથે પોતાની લવ લાઈફને કારણે પણ સમાચારમાં રહે છે. એવા અહેવાલો હતા કે તેનું ફૈઝલ શેખ સાથે અફેર હતું, પણ બંનેનું હવે બ્રેકઅપ થઈ ગયું. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, જન્નત ઝુબૈર છેલ્લે ‘લાફ્ટર શેફ્સ’માં જોવા મળી હતી. જ્યાં તે તેની બેસ્ટ ફ્રેન્ડ રીમ શેખ સાથે કુકિંગ કરતી નજર આવી હતી.

Previous Article

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને મળી જાનથી મારી નાખવાની ધમકી, માગ્યા એક કરોડ રૂપિયા- તપાસમાં જોડાઇ પોલિસ

Next Article

રેડ કાર્પેટ પર શાહરૂખ-પ્રિયંકાનો જલવો, દિલજીતે મહારાજા લુકમાં મૂંછો પર દીધો તાવ, કિયારા અડવાણીએ ફ્લોન્ટ કર્યો બેબી બંપ

error: Protected Content!
Exit mobile version