ડ્રેસિંગ રૂમમાંથી આવ્યો દિલ સ્પર્શી વીડિયો, KL રાહુલે પંત સામે કેમ જોડ્યા હાથ, જોઈ તમે પણ વિચારમાં પડી જશો!

લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે જયારે રિષભ પંત 65 રનની અણનમ ઇનિંગ્સ રમીને ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો, ત્યારે કેએલ રાહુલે તેની સામે હાથ જોડ્યા. જેનો વીડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

ઈંગ્લેન્ડના લીડ્સ ખાતે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ધમાકેદાર ફોર્મમાં દેખાયા. વાઈસ કેપ્ટનની જવાબદારી સંભાળતાની સાથે જ રિષભ પંતે લીડ્સના મેદાન પર શાનદાર ઈનિંગ રમી. વિકેટકીપર બેટ્સમેનએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સાતમી સદી ફટકારી હતી.રિષભ પંતે છગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી. આ સાથે રિષભ પંત વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેને આ મામલે એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. ઈંગ્લેન્ડના બોલરો રિષભ પંત સામે સંપૂર્ણપણે લાચાર જોવા મળ્યા હતા. 2025માં રિષભના બેટથી ટેસ્ટ ક્રિકેટમાં આ પહેલી સદી છે.

લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ જે કરી બતાવ્યું છે, તેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પહેલા દિવસે ટીમ ઇન્ડિયાએ બેટિંગ કરતી વખતે માત્ર 3 વિકેટ ગુમાવીને 359 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલ અને રિષભ પંત હાલમાં નોટ આઉટ છે. પહેલા દિવસે, રિષભ પંતે પણ શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. દિવસની રમત પૂરી થયા પછી જ્યારે શુભમન ગિલ અને રિષભ પંત ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, ત્યારે કેએલ રાહુલ પંત સામે હાથ જોડતો જોવા મળ્યો.કારણ કે પંતને ઘણીવાર ટેસ્ટ ક્રિકેટમાં આટલા આક્રમક ન બનવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તેણે સાબિત કરી બતાવ્યું કે તે લાંબા સમય સુધી મોટા શોટ રમવાથી પોતાને રોકી શકતો નથી.

રિષભ પંત ઘણીવાર ટેસ્ટ ક્રિકેટમાં જોખમી શોટ રમતા જોવા મળે છે, ઘણી વખત ચાહકો અને ટીમના ખેલાડીઓ પણ તેના શોટ જોઈને ડરી જાય છે કે આ ખેલાડી આઉટ થઈ શકે છે. જયારે રિષભ પંતે લીડ્સ ટેસ્ટના પહેલા દિવસની છેલ્લી ઓવરમાં કંઈક આવું જ કર્યું. ઘણીવાર જ્યારે દિવસની રમત પૂરી થવાની હોય છે, ત્યારે બેટ્સમેન સાવધાનીપૂર્વક રમવાનું શરૂ કરે છે જેથી તેની વિકેટ બચી જાય, પરંતુ રિષભ પંતે દિવસની છેલ્લી ઓવરમાં ક્રિસ વોક્સના બોલ પર એવો છગ્ગો ફટકાર્યો કે વોક્સથી લઈને બેન સ્ટોક્સ સુધી બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

Previous Article

એ જગ્યા જ્યાંથી રાજા રઘુવંશીને ધક્કો મારી ફેકી દેવાયો હતો...સુમસામ જગ્યા પર લઇ ગઇ હતી સોનમ, જુઓ વીડિયો

Next Article

"યુઝવેન્દ્ર ચહલે કરિયર બનાવી દીધુ.." RJ મહવશે આપ્યો એવો જવાબ કે લોકોની બોલતી કરી બંધ, જુઓ VIDEO

error: Protected Content!
Exit mobile version