સોનમે રાજાને અહીંથી ફેક્યો હતો ખાઇમાં….પ્લાન મુજબ લઇ ગઇ હતી સુમસામ જગ્યા પર
રાજા રઘુવંશી હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. થોડા સમય પહેલા પોલીસે તપાસમાં તે જગ્યા શોધી કાઢી જ્યાંથી સોનમે તેના પતિ રાજાને ખાઈમાં ફેંકી દીધો હતો. હવે તે જગ્યાનો વીડિયો પણ સામે આવ્યો છે. 23 મે 2025 ના રોજ, સોનમ તેના પતિ રાજા સાથે ડબલ ડેકર બ્રિજ પરથી સ્કૂટી પર લગભગ 8 કિલોમીટર મુસાફરી કર્યા પછી Wei sawdong Fall ના પાર્કિંગ પર પહોંચી હતી.આ જગ્યા ના માત્ર સૂમસામ છે પણ થોડા સમય માટે પાર્કિંગને લઈને બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો, જેના કારણે તે બંધ પડેલી છે.
રાજા રઘુવંશીએ આ પાર્કિંગમાં સ્કૂટી પાર્ક કરી અને પછી સોનમ સાથે અંદર ગયો. બે વધુ સ્કૂટી તેમની પાછળ આવી રહી હતી, જેના પર ત્રણેય આરોપીઓ સવાર હતા.પાર્કિંગથી થોડે આગળ આવેલા આ ગાઢ જંગલમાં આરોપીઓએ રાજા રઘુવંશીની હત્યા કરી અને પછી સોનમ સાથે મળીને લાશને ખાઈમાં ફેંકી દીધી. આ પછી સોનમ સહિત તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે હત્યા બપોરે 2:00-3:00 વાગ્યાની આસપાસ થઈ હતી.
જણાવી દઈએ કે મધ્યપ્રદેશના ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીના લગ્ન 11 મેના રોજ સોનમ સાથે થયા હતા. 20 મેના રોજ બંને હનીમૂન માટે શિલોંગ જવા રવાના થયા હતા. ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિરના દર્શન કર્યા પછી બંને 21 મેના રોજ શિલોંગ પહોંચ્યા. 23 મેના રોજ સાંજે સોનમે રાજાની હત્યા કરી. તે ટ્રેકિંગના બહાને ઊંચાઈ પર એક સૂમસામ જગ્યાએ લઈ ગઈ, જ્યાં આકાશ, વિશાલ અને આનંદ તેમની રાહ જોઈ રહ્યા હતા. ચારેય લોકોએ મળીને રાજાની હત્યા કરી અને લાશને ખાઇમાં ફેંકી દીધી.
આનંદ, રાજ અને વિશાલે રાજાના માથા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. આ પછી સોનમ સાથે મળીને તેઓએ લાશને ફેંકી દીધી. રાજાની હત્યા કર્યા પછી ચારેય ફરાર થઈ ગયા. સોનમે તેના કથિત પ્રેમી રાજ કુશવાહા સાથે મળી તેના પતિ રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. વિશાલ, આનંદ, આકાશને રાજ દ્વારા કોન્ટ્રાક્ટ કિલિંગ માટે રાખવામાં આવ્યા હતા. રાજાની હત્યા પછી સોનમ પહેલા ઇન્દોર ગઈ. 14 દિવસ ત્યાં રહ્યા પછી તે વારાણસી ગઈ. ત્યાંથી તે ઉત્તર પ્રદેશના ગાઝીપુર પહોંચી. 9 જૂનના રોજ પોલીસે ગાઝીપુરથી તેની ધરપકડ કરી.
શિલોંગ પોલીસે સોનમ વિરુદ્ધ પુરાવા એકત્રિત કર્યા અને ઇન્દોર પોલીસે આનંદ, વિશાલ અને આકાશની ધરપકડ કરી. તેમની માહિતીના આધારે રાજ કુશવાહાની પણ ધરપકડ કરવામાં આવી હતી. સોનમને ચારેયની ધરપકડની જાણ થતાં જ તે પોતે ગાઝીપુરમાં આત્મસમર્પણ કરવા પહોંચી ગઈ. ગાઝીપુર પહોંચ્યા પછી, તેણે ઢાબા પરથી ઘરે ફોન કરીને કહ્યું કે તે ગાઝીપુરમાં છે. ત્યારબાદ પહેલા ગાઝીપુર પોલીસે તેને કસ્ટડીમાં લીધી અને પછી ઇન્દોર પોલીસે ઔપચારિક ધરપકડ કરી. સોનમ, રાજ, આનંદ, આકાશ અને વિશાલ હાલમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ પર શિલોંગ પોલીસની કસ્ટડીમાં છે, કારણ કે મુખ્ય હત્યાનો કેસ શિલોંગ પોલીસે નોંધ્યો છે.
