દુબઇમાં સ્પોટ થઇ હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ, ઇન્ડિયા-પાકિસ્તાન મુકાબલાનો લુત્ફ ઉઠાવવા પહોંચી સ્ટેડિયમ- તસવીર અને વીડિયો વાયરલ
સિંગર, ટીવી પર્સનાલિટી અને જબરદસ્ત ફિગરવાળી આ નવી છોકરી સાથે છે હાર્દિક પંડ્યાનું સેટિંગ ? IND vs PAK મેચમાં ખુલ્લેઆમ આપી ફ્લાઇંગ કિસ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરી રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દુબઇમાં રમાઇ, જેને જોવા માટે ઘણી સેલિબ્રિટીઓ દુબઈ પહોંચી હતી. આ હાઈ વોલ્ટેજ મેચમાં હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા પણ સ્ટેડિયમમાં બેસીને મેચનો આનંદ માણતી જોવા મળી હતી. બ્રિટિશ સિંગર જાસ્મીનની તસવીરો-વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
વાલિયાને સ્ટેડિયમમાં જોઈને હાર્દિક પંડ્યા સાથેના તેના અફેરના સમાચારોને માન્યતા મળી છે. પંડ્યાએ આ મેચમાં ભારતને પહેલી વિકેટ અપાવી હતી. એક તરફ, જ્યારે ટીમ ઈન્ડિયાના સ્ટ્રાઈક બોલરો મોહમ્મદ શમી અને હર્ષિત રાણા શરૂઆતની ઓવરોમાં ફ્લોપ રહ્યા, ત્યારે હાર્દિકે 9મી ઓવરમાં આવી બાબર આઝમને આઉટ કરી ભારત માટે મોટી વિકેટ મેળવી.
હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે અભિનેતા-મોડેલ નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા હતા. બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાના સમાચારની પુષ્ટિ કરી હતી. થોડા સમય પહેલા હાર્દિક બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો હોવાના સમાચાર વહેતા થયા હતા, સોશિયલ મીડિયા પર હાર્દિક અને જાસ્મિનની ઘણી અલગ અલગ તસવીરો શેર કરી કેટલાક યુઝર્સે શેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બંને ગ્રીસમાં સાથે વેકેશન પર હતા.
રસપ્રદ વાત એ છે કે દુબઇમાં ઇન્ડિયા-પાકિસ્તાન મેચમાં જાસ્મીન વાલિયા ભારતીય ક્રિકેટર અક્ષર પટેલની પત્ની સાથે બેઠેલી જોવા મળી હતી. આ પછી હાર્દિક પંડ્યા સાથેના તેના સંબંધો અંગે ફરી એકવાર અટકળો તેજ થઈ ગઈ. જાસ્મીન વાલિયા બોલિવૂડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ના ગીત Bom Diggy માટે જાણીતી છે. ભારતીય મૂળ અને સંગીત કારકિર્દીને કારણે તેનો ભારત અને યુકે બંનેમાં મોટો ચાહક વર્ગ છે.
As I said @jasminwalia supporting India for #hardik #INDvsPAK https://t.co/aMnPfn7n3C pic.twitter.com/Oo5Gcx6O2I
— Instinct (@Clutchxgod33) February 23, 2025
