ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની 23 ફેબ્રુઆરીની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ, આ મેચમાં ભારતનો વિજય થયો. આવી સ્થિતિમાં, રોહિત શર્મા અને કુલદીપ યાદવ દુબઈમાં સ્ટ્રીટ ફૂડનો આનંદ માણતા જોવા મળ્યા. આ દરમિયાનનો એક વીડિયો ઓનલાઈન ઘણા લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
આ ક્લિપમાં બંને ક્રિકેટરો પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જોઈન્ટ, રાજુ ઓમલેટ પર રેસ્ટ કરતા જોવા મળ્યા. ક્રિકેટરોની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો આઉટલેટની બહાર એકઠા થઇ ગયા હતા. આ વીડિયોમાં રોહિત શર્મા ચાહકો વચ્ચેથી પસાર થતો દેખાય છે, જેમાં ઘણા લોકો ભારતીય કેપ્ટન સાથે ફોટો પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, “અને તે છે… હિટમેન… વિનીંગ મિલનો આનંદ માણતા. રાજુ ઓમેલેટમાં રોહિત શર્મા અને કુલદીપ યાદવ- એક ખાસ નજારો.” રોહિત શર્મા અને કુલદીપ યાદવ એકમાત્ર એવા ભારતીય ક્રિકેટર નથી જે ખોરાક પ્રત્યેના તેમના પ્રેમ માટે જાણીતા છે. ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ ખાવાનો શોખીન છે અને ઘણીવાર નોર્થ ભારતીય વાનગીઓ પ્રત્યેનો પોતાનો પ્રેમ તેના ચાહકો સાથે શેર કરે છે.
