હાલ સોશિયલ મીડીયાનો જમાનો છે. અને આજકાલ સોશિયલ મીડીયા પર ફેમસ થવા માટે લોકો અવનવી રીતો અપનાવતા હોય છે. અને ઘણી તો ફેમસ પણ થઈ જતી હોય છે. અનેક કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાની જાતને પણ અજીબગરીબ ચેલેન્જ પણ આપતા હોય છે,અને તેને પૂરી કરતા વીડીયો પણ શેર કરતાં હોય છે, હાલમાં આવો જ એક વીડીયો કે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી પોતાને ચેલેન્જ કરે છે. અને તે ચેલેન્જ પૂરી કરતાં તેની સાથે કાંડ થઈ જાય છે.
એક યુવતી કે જે નાઈટસૂટ પહેરીને 5 સ્ટાર હોટલમાં પહોંચી ગઈ. અને આશ્ચર્યની વાત એ છે કે તેઓ આ વિડિઓમાં હોટેલમાં રોકાવા માટે નહીં, પરંતુ પોતાને મહેમાન બતાવીને મફતનો નાસ્તો કરવા પહોંચી ગઈ.જી. હા નિશુ તિવારી એક કન્ટેન્ટ ક્રિએટર છે. કે જે તેઓ પોતાને ઘણીવાર એવા ચેલેન્જ આપે છે,
હાલમાં જ તેણે એક વિડિઓ શેર કર્યો છે જેમાં તે 5 સ્ટાર હોટેલ પહોંચી જાય છે. વીડીયોમાં જોઈ શકાય છે. કે તે સૌથી પહેલા નાઇટ સૂટ પહેરીને હોટેલમાં પ્રવેશ કરે છે, જેથી ત્યાંના કર્મચારીઓને લાગે કે તેઓ હોટેલના જ કોઈ રૂમમાં રોકાયા હશે. તેમણે હોટેલના જ કોઈ વ્લોગમાંથી એક રૂમ નંબર શોધ્યો અને પછી રિસેપ્શન પર પૂછ્યું કે નાસ્તો ક્યાં થઈ રહ્યો છે.
બાદમાં તે રેસ્ટોરન્ટમાં જઈને કર્મચારીઓને એ જ રૂમ નંબર આપી દીધો. યુવતી નાસ્તો કરે છે અને જ્યારે બહાર નીકળવા જાય છે ત્યારે તે મુસીબતમાં મૂકે છે કેમ કે તે રૂમના અસલી મહેમાન પણ નાસ્તો કરવા આવી જાય છે. બાદમાં તેણે લોકોને કહ્યું કે તે માત્ર વીડીયો બનાવી રહ્યા હતા.બાદમાં તેને નાસ્તાના પૂરા પૈસા ચૂકવવા પડ્યા જે હતા 3,658 રૂપિયા. હાલમાં આ વીડીયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે અને ધણા લોકો કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એકે કહ્યું કે પૈસા જ આપવા હતા તો આરામથી ખાવું જોઈએ હતું. જ્યારે એકે કહ્યું કે સારું થયું કે અંત સુધી જોઈ લીધું, નહીં તો તે પણ આ ટ્રાય કરતો.
