‘પુષ્પાઃ ધ રાઈઝ’ના દમદાર ડાયલોગ્સ ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ આ ફિલ્મની સિક્વલ ‘પુષ્પાઃ ધ રૂલ’ એ પણ ટ્રેન્ડ કરવાનું શરૂ કરી દીધુ છે. ‘પુષ્પા-ધ રૂલ’ના ટાઈટલ ટ્રેકના ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ડાન્સ મૂવ્સના વીડિયો બનાવી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. ત્યારે હાલમાં એક છોકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેનું નામ બરશા શર્મા છે.
આ વીડિયોમાં તે સાડી પહેરીને ‘પુષ્પા પુષ્પા’ના ટાઈટલ ટ્રેક પર જબરદસ્ત ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળે છે. આ યુવતીના એક્સપ્રેશન, મૂવ્સ અને સ્વેગ બિલકુલ ફિલ્મના હીરો અલ્લુ અર્જુન જેવા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 80 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ ‘લેડી પુષ્પરાજ’ના ડાન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યુ, ‘તમે એક ટ્રેન્ડ શરૂ કર્યો છે.’ અન્ય એક યુઝરે તો છોકરીની સરખામણી ‘વન્ડર વુમન’ સાથે કરી દીધી. એકે કમેન્ટ કરી, ‘ગમે તે થાય, એક રીલ તો બનાવવી જ પડશે.’ ‘પુષ્પાઃ ધ રૂલ’ આ વર્ષે ઓગસ્ટમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ તેનું ટાઈટલ ટ્રેક ‘પુષ્પા’ના ચાહકોમાં પહેલેથી જ હિટ થઈ ગયું છે.
