સ્કેમ 2010નો પ્રોમો રીલિઝ, 25000 કરોડના ઘોટાળાનો પર્દાફાશ કરશે સુબ્રત રોય પર બેસ્ડ સીરીઝ
સ્કેમ 3માં કરોડોના ઘોટાળાનો થશે ખુલાસો, નવી કહાની સાથે આવી રહ્યા છે હંસલ મહેતા
હંસલ મહેતાની લોકપ્રિય સીરિઝ ‘સ્કેમ’ની ત્રીજી સિઝનની જાહેરાત કરવામાં આવી છે. ડિરેક્ટર હવે ‘સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા’ના ટાઇટલ સાથે એક નવા કૌભાંડને જાહેર કરવા માટે તૈયાર છે. સીરિઝનો પહેલો પ્રોમો સામે આવ્યો છે. હંસલ મહેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પ્રોમો શેર કરી સિરીઝની જાહેરાત કરી છે. તેમણે લખ્યું- ‘SC3m પાછો આવી ગયો છે.
‘સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા’, ટૂંક સમયમાં SonyLIV ઇન્ડિયા પર આવી રહી છે. ટાઇટલ ‘સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા’ સૂચવે છે, આ સીરીઝ સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયની કહાની કહેવા જઈ રહી છે. સીરિઝમાં ડાયરેક્ટર 2500 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે સુબ્રત રોય પર ફર્જી ઇન્વેસ્ટમેન્ટનો આરોપ હતો,
ત્યારબાદ વર્ષ 2014માં તેમને નોટબંધીના કેસમાં સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. પણ તે કોર્ટમાં હાજર થયો નહિ અને તેની ધરપકડ કરીને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યો. લગભગ 25,000 કરોડ રૂપિયા હજુ પણ સરકારી અધિકારીઓ પાસે છે અને આ કેસનું પરિણામ હજુ સુધી બહાર આવ્યું નથી ‘સ્કેમ 2010: ધ સુબ્રત રોય સાગા’નો પહેલો પ્રોમો સામે આવ્યો છે.
હંસલ મહેતાએ કહ્યું કે આ સિરીઝ ટૂંક સમયમાં સોની લિવ પર સ્ટ્રીમ થશે. હંસલ મહેતાની નવી સિરીઝ તમલ બંદ્યોપાધ્યાયના પુસ્તક ‘સહારા: ધ અનટોલ્ડ સ્ટોરી’ પર આધારિત છે. આ પહેલા ‘સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી’ અને ‘સ્કેમ 2003: ધ ટેલ્ગી સ્ટોરી’ લઈને આવ્યા હતા જે સુપરહિટ સાબિત થઇ હતી.
