થાળીમાં રાખેલ જીવતા નાગની કરી રહ્યા પૂજા અને અચાનક જ સાપે કરી દીધો..જુઓ વીડિયો

જીવતા નાગ સાથે કરી રહ્યા હતા પૂજા, ત્યારે જ સાપે હૂડ ફેલાવી કર્યો હુમલો, પંડિતજી પણ ખસકી ગયા પાછળ- જુઓ વીડિયો

ધર્મની વાત આવે ત્યારે લોકો કંઈ પણ કરવા તૈયાર થઇ જતા હોય છે, હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પરિવાર ધાર્મિક વિધિ દરમિયાન કાળા કોબ્રા સાપની પૂજા કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં પંડિતજી પૂજા કરતા જોવા મળે છે. આ ધાર્મિક કાર્યક્રમમાં પરિવાર અને પંડિતજી સાથે મળીને સાપની પૂજા કરી રહ્યા છે, જ્યારે કેટલાક અન્ય લોકો પણ પૂજામાં સામેલ છે.

 

જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક મોટા વાસણમાં બ્લેક કોબ્રા સાપ બેઠો છે અને એક કપલ તે સાપની પૂજા કરી રહ્યું છે. પરિવાર અને સંબંધીઓ પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સાપ શાંતિથી બેઠો હોય છે અને અચાનક જ સિસકારા કરી દંપતી પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. જો કે તે અસમર્થ રહે છે. @omkar_sanatanii નામના યુઝરે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

 

જેના કેપ્શનમાં હિંદુ ધર્મમાં સાપની પૂજાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ વીડિયો પર ટેકસ્ટ લખવામાં આવ્યા છે- “આવી પૂજા કરનારાઓને 21 તોપોની સલામી.” આ વીડિયો કરોડો લોકોએ જોયો છે, અને ઘણા લોકોએ લાઈક કર્યો છે. સેંકડો લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- ‘પૂજામાં સામેલ લોકોનું ધ્યાન ભગવાન કરતાં વધુ સાપ પર છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘જો આ સાપ કરડે તો તે તમારી છેલ્લી પૂજા હશે.’

Previous Article

પંજાબ સામે બેટિંગ કરવા ઉતરેલા રાજસ્થાનના બેટ્સમને ગળામાં પહેર્યું એવું અનોખું ડિવાઈઝ કે શરૂ થઇ ગઈ ચર્ચાઓ, જુઓ શું કામ કરે છે તે ડિવાઈઝ

Next Article

જાપાનના રસ્તા પર સાડી પહેરી નીકળી ઇન્ડિયન ગર્લ, વળી-વળીને જોતા રહી ગયા બધા

error: Protected Content!
Exit mobile version