યુપીના મુઝફ્ફરનગર જિલ્લાના ખતૌલીમાં દિવસભર એક વ્યક્તિનું નકલી અપહરણ કરવા બદલ ચાર યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવાનોએ ઈન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ બનાવવા માટે એક પ્રૅન્ક કરી રહ્યા હતા , જેમાં તેમણે મોટરસાઈકલ પર સવાર એક વ્યક્તિને ઘેરી લીધો હતો જ્યારે તે ચાટ ખાતો હતો. ત્રીજો સાથી સમગ્ર ઘટનાને વીડિયોમાં કેદ કરી રહ્યો હતો. વીડિયોમાં એક યુવક મોટરસાઇકલ પરથી ઉતર્યો અને તેણે છોકરાનો ચહેરો કપડાથી ઢાંકી દીધો, જાણે કે તે તેને બેભાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પછી તેઓએ તે વ્યક્તિને મોટરસાઇકલ પર ખેંચીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દ્રશ્યે જોઈ ને આસપાસના લોકો ચોકી ગયા હતા.
જોકે, યુવકો ભાગવા લાગ્યા ત્યારે સ્થાનિક લોકોએ તેમનો રસ્તો રોકી દીધો હતો અને મોટરસાઈકલ રોકી હતી. કેટલાક લોકોએ ઘટનાને રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. સ્થાનિક લોકોએ અપહરણકર્તાઓને ત્યાં જ રહેવા મજબૂર કરી કર્યા અને તેમના મંતવ્યોની ચર્ચા શરૂ કરી. જ્યારે આ યુવકોની પૂછપરછ કરવામાં આવી તો તેઓએ કેમેરા તરફ ઈશારો કરીને કહ્યું કે આ બધું ઈન્સ્ટાગ્રામ રીલ માટે થઇ રહ્યું છે. થોડીવાર પછી, આ યુવકે જોર જોરથી હસીને સ્થાનિક લોકોને સમગ્ર પરિસ્થિતિ સમજાવવાનું શરૂ કર્યું.આ મામલામાં પોલીસે કહ્યું કે, “મુઝફ્ફરનગરમાં ચાર છોકરાઓ અપહરણનો વીડિયો બનાવી રહ્યા હતા. પોલીસે ચારેયની ધરપકડ કરી લિધિ હતી.
તેમના નામ ગુલશેર, મોનિશ, સાદિક અને સમદ છે.” આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો અને તેને 73,000 થી પણ વધુ જોવામાં આવ્યો હતો. આ પોસ્ટ પર લોકોની પ્રતિક્રિયાઓ આવી હતી, જેમાં મોટાભાગના લોકોએ આ ચાર યુવકોની કૃત્યની સખત નિંદા કરી હતી. એક્સ યુઝર્સે ઉત્તર પ્રદેશ પોલીસ પાસે તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. એક યુઝરે મજાકમાં કહ્યું, “હવે તે થોડા દિવસો માટે જેલમાં રીલ્સ બનાવશે, એડિટ અને અપલોડ જેલર કરશે.” બીજાએ લખ્યું, “તે બધા સમાજમાં ગંદકી ફેલાવી રહ્યા છે. તેનાથી સમાજમાં ખોટો સંદેશ જશે.
યુપી પોલીસે તેમને યોગ્ય સજા આપવી જોઈએ. ધરપકડ પહેલા, ખતૌલીના સીઓ રામાશીષ યાદવે જણાવ્યું કે, “આજે એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ત્રણ છોકરાઓ ખતૌલીમાં એક સાર્વજનિક સ્થળે નકલી અપહરણનું ફિલ્માંકન કરી રહ્યા હતા. આ વીડિયોને કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. હવે પોલીસ આ વીડિયોમાં સામેલ છોકરાઓની ઓળખ કરી રહી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
मुजफ्फरनगर, यूपी में 4 लड़के अपहरण की Reel शूट कर रहे थे। पुलिस ने चारों रीलपुत्रों को धर दबोचा। नाम हैं गुलशेर, मोनिश, सादिक और समद। @AnujTyagi8171 pic.twitter.com/LyFD88bKI2
— Sachin Gupta (@SachinGuptaUP) October 23, 2024
