બર્થ ડે પાર્ટીમાંથી નીકળ્યા બાદ પેપરાજી પર ગુસ્સે થયો રણબીર કપૂર, સહેમી ગઇ આલિયા ભટ્ટ…જુઓ વીડિયો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની માતા સોની રાઝદાનનો જન્મદિવસ ઉજવીને પરત ફરી રહ્યા હતા ત્યારે પેપરાજીઓએ તેમને ઘેરી લીધા હતા. પરંતુ આ વખતે રણબીર ખૂબ જ ગુસ્સામાં દેખાતો હતો અને તેણે આલિયા સાથે જતી વખતે પેપરાજીને ઠપકો આપ્યો હતો.આલિયા તે સમયે ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી.રણબીર કપૂર અને આલિયા ભટ્ટ શુક્રવારે રાત્રે મુંબઈમાં જોવા મળ્યા હતા.

બંને આલિયાની માતા સોની રાઝદાનની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા.બહાર જતી વખતે તેમની સાથે કંઈક એવું થયું કે બંને નારાજ થઈ ગયા અને રણબીર ગુસ્સા માં જોવા મળી રહ્યો હતો.જ્યારે તેઓ પોતાની કાર તરફ જઈ રહ્યા હતા ત્યારે ફોટોગ્રાફર્સે તેમને ઘેરી લીધા અને આલિયા ઉદાસ દેખાઈ રહી હતી.રણબીર તેમને દૂર લઈ જવા લાગ્યો અને પેપરાજી પર બૂમો પાડવા લાગ્યો.પિંકવિલા દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં આ સ્પષ્ટપણે જોઈ શકાય છે જ્યારે રણબીર કપૂર મીડિયા સાથે ચિડાઈ ગયો અને પેપરાજી પર તે ગુસ્સે થઇ ગયો હતો.

કેમેરા તેમના ચહેરા પર આવતાં જ રણબીર બૂમો પાડતો સંભળાયો, ‘તમે શું કરી રહ્યા છો.આ દરમિયાન આલિયા ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી.’બંનેના ચાહકોએ તરત જ સોશિયલ મીડિયા પર તેમનો ટેકો દર્શાવ્યો અને પેપરાજીની ટીકા કરી.એક પ્રશંસકે કહ્યું- તે તેની ખૂબ જ નજીક છે.ગોપનીયતા અને આદર ભૂલી ગયો લાગે છે.આ પેપ્સ ભયંકર છે. એકે કહ્યું- મને લાગે છે કે આલિયા પરેશાન હતી અને રણબીર તેને બચાવવાની કોશિશ કરી રહ્યો હતો. લોકોએ જણાવ્યું કે આલિયાનું વર્તન અલગ જ લાગતું હતું.એક પ્રશંસકે કહ્યું- રેસ્ટોરન્ટમાં જતી વખતે તે ઉદાસ દેખાતી હતી.તે સામાન્ય રીતે પેપ્સ તરફ સ્મિત કરે છે પરંતુ આજે તેણીએ તેની આંખો નીચી રાખી અને કશું કહ્યું નહીં.

Previous Article

નકલી કિડનેપિંગ કરી રહ્યા હતા છોકરાઓ, રીલ તો વાયરલ ના થઇ પણ પોલિસે પકડ્યા અને કર્યુ એવું કે...

Next Article

બસ આ જ લડાઇ જોવાની રહી ગઇ હતી.. ગટરની અંદર ખરાબ રીતે મારામારી કરતા 2 યુવકોનો વીડિયો વાયરલ

error: Protected Content!
Exit mobile version