‘ભગવાનની પૂજા બંધ કર…’ પતિએ આ ખુબસુરત હિરોઈનને ઝાંસો આપી હિંદુથી બનાવી ઇસ્લામ, હવે સનાતન ધર્મમાં વાપસી…જાણો અંદરની વિગત

ચાહત ખન્નાને નાના પડદા પર કોઈ ઓળખની જરૂર નથી. તેણે રામ કપૂર અને સાક્ષી તંવરની સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં’થી દરેક ઘરમાં લોકપ્રિયતા મેળવી હતી. ચાહત ખન્નાએ ઘણી સિરિયલોમાં કામ કર્યા બાદ અચાનક જ પડદાથી દૂરી બનાવી લીધી હતી. ત્યારે તાજેતરના ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેના નિષ્ફળ લગ્ન અને ધર્મ પરિવર્તન વિશે વાત કરી.

ઘણી લોકપ્રિય સિરિયલોનો ભાગ રહી ચૂકેલી ચાહતનું અંગત જીવન હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યુ. ચાહત ખન્નાએ બે વખત લગ્ન કર્યા પરંતુ તેના બંને લગ્ન નિષ્ફળ ગયા. ચાહત ખન્નાએ પ્રથમ લગ્ન વર્ષ 2006માં ભરત નરસિંઘાની સાથે કર્યા હતા, પરંતુ આ લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહિ, વર્ષ 2007માં અભિનેત્રીએ પહેલા પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને છૂટાછેડા લીધા હતા.

ચાહત ખન્નાએ ટેલી ટોક ઈન્ડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં ફરહાન મિર્ઝા સાથેના તેના બીજા લગ્ન વિશે વાત કરી. ઈન્ટરવ્યુમાં તેણે તેના પરિવાર અને ફરહાન સાથે લગ્ન માટે ઈસ્લામ સ્વીકારવાની વાત કરી હતી. તેણે કહ્યું કે તેના પૂર્વ પતિ ફરહાને તેને ધર્મ પરિવર્તન માટે ઝાંસામાં લીધી. ચાહત કહે છે, ‘ક્યાંક મને લાગે છે કે ફરહાને ઈસ્લામ સ્વીકારવા માટે મારું બ્રેઈનવોશ કર્યું હતું પણ સદનસીબે હવે મેં ઘર વાપસી કરી છે.

ચાહત ખન્ના કહે છે કે ધર્મ પરિવર્તન પહેલા ઘણા લોકોએ તેને ચેતવણી આપી હતી. તે કહે છે, ‘તેણે (ફરહાન) મને કહ્યું હતું કે પોતાના ભગવાનની પૂજા ન કરો. તમે સાચું નથી કરી રહ્યા, ધર્મનું પાલન કરવાનો આ યોગ્ય માર્ગ નથી. હું ભોળી હતી અને તેણે મને જે કરવાનું કહ્યું તે કર્યું. અભિનેત્રી કહે છે કે તે લગ્ન કરવા માંગતી હતી, તેથી તેણે આરામથી વાતોમાં આવીને ધર્મ પરિવર્તન કર્યું.

જણાવી દઇએ કે, ચાહત ખન્નાએ 2013માં બિઝનેસમેન ફરહાન મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા, જો કે આ પછી 5 વર્ષ બાદ બંનેએ વર્ષ 2018માં છૂટાછેડા લઇ લીધા. અભિનેત્રીએ તેના પૂર્વ પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.

Previous Article

ઉર્ફી જાવેદનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, સાડી સાથે બ્લાઉઝની જગ્યાએ મોતી પહેરી પહોંચી ઇવેન્ટમાં...

Next Article

દીવાળી પાર્ટીમાં બેકલેસ લહેંગા-ચોલીમાં સ્ત્રી 2 ની તમન્ના ભાટિયાએ લૂંટી મહેફિલ, બોયફ્રેન્ડ સાથે દેસી રંગમાં રંગાઇ હસીના- જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version