શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં થઇ ચોરી, 80 લાખની BMW લઈને 2 ચોર થયા ફરાર; જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈમાં શિલ્પા શેટ્ટીની બાસ્ટિયન રેસ્ટોરન્ટમાંથી BMW Z4 કાર ચોરાઈ ગઈ હોવાના અહેવાલ છે. આ કારની કિંમત 80 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કાર પાર્કિંગમાં પાર્ક કર્યાના થોડા કલાકો બાદ જ ચોરાઈ ગઈ હતી. આ કાર બિઝનેસમેન રૂહાન ખાનની હતી.

હાલ કારના માલિકે આ ચોરી અંગે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બિઝનેસમેન રૂહાન રવિવાર એટલે કે 27 ઓક્ટોબરની રાત્રે બાસ્ટિયન ક્લબ પહોંચ્યો હતો. રૂહાન એકલોજ  આ રેસ્ટોરન્ટમાં નહિ  પરંતુ તેના કેટલાક મિત્રો પણ આ રેસ્ટોરન્ટમાં ગયા હતા. રુહાને તેની કારની ચાવી વેલેટને આપ્યા પછી, તે રેસ્ટોરન્ટમાં ગયો જ્યાં તેના મિત્રોએ રાત્રિભોજન કર્યું હતું. આ પછી, જ્યારે તે સવારે 4 વાગ્યાની આસપાસ બહાર આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની BMW Z4 કાર ત્યાંથી ગાયબ છે.

સીસીટીવી ફૂટેજ અનુસાર, રુહાન તેની કાર વેલેટ ને  પાર્કિંગમાં  લઈ ગયો હતો, જે સ્ટાફ દ્વારા ભોંયરામાં પાર્ક કરવામાં આવી હતી, ત્યારબાદ બે લોકોએ કારમાં ઘૂસીને ચોરી કરી હતી. તેની  કાર ચોરાઈ ગયા બાદ રુહાને આ સમગ્ર મામલે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

 

Previous Article

પબ્લિકે ઝોમેટો ડિલિવરી એજન્ટની ભાવનાને કરી સલામ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ભાવુક.

Next Article

પોલિસ અધિકારીએ પાર કરી હદ, ડ્યુટી સમયે મહિલાનું ગળુ પકડ્યુ અને કરી લીધી કિસ...શર્મનાક વીડિયો વાયરલ

error: Protected Content!
Exit mobile version