શાહી અંદાજમાં અનંત-રાધિકાનો ગૃહપ્રવેશ! સોનાથી સજ્જ લહેંગામાં રાધિકા લાગી રહી છે ખૂબ જ સુંદર, જુઓ વીડિયો

અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ભવ્ય રીતે કરવામાં આવ્યા હતા. બૉલીવુડથી લઈને હોલીવુડથી માંડી તમામ મોટી હસ્તીઓ આ શાહી લગ્નમાં હાજરી આપવા માટે પહોંચી હતી, આજે આ ભવ્ય લગ્નને હવે એક વર્ષ પૂરું થયું છે. આ ખાસ અવસરે તેમના લગ્નની કેટલીક યાદગાર અને ભાવુક પળોને યાદ કરતા ફોટા અને વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એમાંનો એક ખૂબ જ ખાસ અને લાગણીઓથી ભરેલો વીડિયો છે જેમાં રાધિકા અનંતની પત્ની તરીકે પોતાના સાસરીયામાં પ્રથમવાર ઘરમાં પ્રવેશ કરતી નજરે પડે છે.

વિડિયોમાં જોઈ શકાય છે કે રાધિકા હાથમાં દેવી લક્ષ્મીજીની નાની ચાંદીની મૂર્તિ લઈને ગૃહ પ્રવેશ કરે છે. તેના ચહેરા પર ખુશી અને આનંદ સ્પષ્ટ દેખાય છે. ઘરમાં પ્રવેશ કરતાં પહેલા તેણે સફેદ કપડાં પર પગના નિશાન મૂક્યા, ઘરના દરવાજા પર સ્વસ્તિકનું પાવન ચિહ્ન દોર્યું અને હથેળીના નિશાન પણ છોડી દીધા. આ સમગ્ર પ્રક્રિયા રીવાજો અનુસાર કરવામાં આવી હતી અને એ પળોમાં રાધિકા ખૂબ જ ભાવુક પણ જોવા મળી હતી. જેમાં અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટને આકાશ અંબાણી અને પત્ની શ્લોકા અંબાણી અને ઈશા અંબાણી કપલના કપાળમાં તિલક કરતા દેખાય છે, અને ગુલાબના ફૂલોનો વરસાદ શરૂ છે. તિલક કર્યા બાદ કપલને શ્લોકા અને આકાશ ભેટે છે અને કપલનું સ્વાગત કરે છે.

આ વિશેષ અવસરે રાધિકાએ ખુબ જ ભવ્ય અને શાહી લુકમાં જોવા મળી રહી હતી. તેણે જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરાયેલો ગાઢ લાલ રંગનો લહેંગો પહેર્યો હતો, જેમાં વાસ્તવિક સોનાના દોરાથી ભરતકામ કરવામાં આવ્યું હતું. લહેંગાની સ્કર્ટ બ્રોકેડની હતી, જેના સાથે ભારે સિલ્કનો દુપટ્ટો મેચિંગમાં પહેરવામાં આવ્યો હતો. ઉપરાંત, તેણે લાલ નેટના બીજા દુપટ્ટાને ઓઢીને નખ્યો હતો, જેના કારણે લુક વધુ શાહી અને સૌમ્ય લાગતો હતો.રાધિકાના બ્લાઉઝની વાત કરીએ તો, તેણે ફુલ સ્લીવ્સ બેકલેસ બ્લાઉઝ પહેર્યો હતો જેમાં કરચોબી વર્ક જોવા મળ્યો હતો. આ ડિઝાઇન કચ્છની પરંપરાગત કળાથી પ્રેરિત હતી. પોતાનો લુક પૂર્ણ કરવા માટે, રાધિકાએ પરંપરાગત દાગીના જેમ કે માંગ ટિક્કા, લેયર્ડ નેકલેસ, અને હાથમાં હાથફૂલ પહેર્યા હતા.

વિડિયોમાં, રાધિકા ખૂબ જ ખુશ અને શોભાયમાન લાગી રહી છે. સાથે જ નીતા અંબાણી અને મુકેશ અંબાણી પણ એ પળો જોઈને ભાવુક બન્યા હતા. રાધિકા ઘરમાં પ્રવેશ કરતા જ, મુકેશ અંબાણીએ તેને પ્રેમથી ગળે લગાવતાં પરિવારના આ નમણા અવસરને વધુ યાદગાર બનાવી દીધો. આ ‘ગૃહપ્રવેશ’નો ભાવુક અને શોભાયમાન વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો રાધિકાની ભવ્યતા અને અંબાણી પરિવારના રિવાજો કે ગૌરવપૂર્ણ પરંપરાની પ્રશંસા કરી રહ્યાં છે.

Previous Article

વધુ એક બ્રિજ તૂટ્યો....માંગરોળના આજક ગામનો પુલ ધરાશાયી, હિટાચી મશીન સાથે લોકો નદીમાં ખાબક્યા - ચમત્કારિક બચાવ

Next Article

ઇરાકના શોપિંગ મોલમાં લાગી ભીષણ આગ, જીવતા બળવાથી 50થી વધુ લોકોના મોત- અનેક ઘાયલ, હજુ તો 5 દિવસ પહેલા જ ખુલ્યો હતો મોલ

error: Protected Content!
Exit mobile version