ટ્રેનના દરવાજા આગળ ઊભી રહી રીલ બનાવી રહી હતી ‘પાપા કી પરી’, અચાનક આવી મમ્મી અને દે દનાદન….ઉતારી દીધુ ભૂત

છોકરી ટ્રેનના દરવાજા પર ઊભા રહી બનાવી રહી હતી રીલ, જ્યારે તેની માતાએ જોયુ તો બજાવી દીધો બૈંડ

રીલબાઝ ટ્રેનોથી લઈને મેટ્રો અને મંદિરોને પણ નથી છોડતા. જ્યાં પણ તેમને જગ્યા મળે છે, તેઓ પોતાના કેમેરા સાથે ત્યાં પહોંચી જાય છે અને શૂટિંગ શરૂ કરી દે છે. લોકો થોડા વ્યુઝ માટે પોતાનો જીવ પણ દાવ પર લગાવી દે છે. આવું જ કંઈક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોઈ શકાય છે. જો કે, સદનસીબે તેની માતા ત્યાં છે અને તે છોકરીને એવો શબક શીખવાડે છે કે તેને આખી જિંદગી યાદ રાખશે.

આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે. વીડિયોમાં એક છોકરી ચાલતી ટ્રેનના દરવાજા પર રીલ બનાવતી જોવા મળે છે. ટ્રેનનો દરવાજો ખુલ્લો હતો અને તે હાથ ફેલાવીને ગીત પર પોતાનો વીડિયો શૂટ કરી રહી હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકીને રીલ શૂટ કરી રહી હતી. તેની બાજુમાં બેઠેલો એક માણસ તેનો વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો.

આ દરમિયાન, તેની માતા ત્યાં આવે છે અને તેનો હાથ પકડીને અંદર ખેંચી થપ્પડ મારવાનું શરૂ કરે છે. છોકરી માતાના અચાનક મારથી ચોંકી જાય છે અને તેની માતાને રોકવા માટે સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ માતા ખૂબ ગુસ્સે છે. તે પુત્રીની વાત સાંભળતી નથી. હવે આ વાયરલ વીડિયો પર લોકો મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Previous Article

દીકરા સાથે ઇટલીમાં વેકેશન મનાવી રહી છે ગોર્જિયસ મલાઇકા અરોરા, બોલ્ડ તસવીરો વાયરલ

Next Article

આજનું રાશિફળ : 20 જુલાઈ, આ 3 રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે વૃદ્ધિ- જાણો બાકીની રાશિનો હાલ

error: Protected Content!
Exit mobile version