ઈન્ટરનેટની દુનિયામાં કંટેંટની કોઈ કમી નથી. અહીં તમને રમુજીથી લઈને ગંભીર કંટેંટ સુધી બધું જ મળી જશે. પરંતુ કેટલાક લોકો ‘જુગાડ વિદ્યા’નો ઉપયોગ કરીને એવી અજાયબી કરે છે કે તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની જાય છે. આજકાલ ઈન્ટરનેટ પર એવો જ ટ્રેન્ડ પ્રચલિત છે, જે અંતર્ગત લોકો પ્લાસ્ટિકની બોટલના ઉપરના ભાગમાં નાના-નાના કાણા પાડી તેને દબાવી સુંદર નજારો લોકોને બતાવે છે.
આ નજારો લોકોની આંખોને રાહત આપી રહ્યો છે અને વીડિયોને લાખો-કરોડો વ્યુઝ મળી રહ્યા છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કપલને પિલર પર ઊભેલા જોઈ શકાય છે. છોકરાના હાથમાં પાણી ભરેલી પ્લાસ્ટિકની બોટલ છે. અચાનક છોકરી છોકરાની બાહોમાં આવે છે અને પછી તે વ્યક્તિ હાથ ઊંચો કરીને બોટલ દબાવવાનું શરૂ કરે છે,
જેનાથી કપલની આસપાસ શાવરની જેમ પાણી ઉડવા લાગે છે. આ રોમેન્ટિક સીન લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે વીડિયોને 36 લાખથઈ વધારે લાઇક્સ અને કરોડો વ્યુઝ મળ્યા છે.