પહાડો વચ્ચે બનેલુ છે આ રહસ્યમયી મંદિર, ફૂલ-માળા નહિ પણ અહીં લોકો ચઢાવે છે પ્લાસ્ટિકની બોટલો ! જુઓ

લદ્દાખ તેની સુંદરતા માટે જાણીતું છે. પરંતુ એક જગ્યાએ હજારો પાણીની બોટલો જોઈને કોઈને પણ નવાઈ લાગે બરાબર ને… પહેલી નજરે એવું લાગે છે કે આ કચરો છે, જેને એકત્ર કરીને એક જગ્યાએ રાખવામાં આવ્યો છે. જો કે, તેની વાસ્તવિકતા કોઈપણને આશ્ચર્યચકિત કરી શકે છે. આ દુનિયા રહસ્યોથી ભરેલી છે, એવા ઘણા રહસ્યો દટાયેલા છે જેના વિશે લોકો જાણતા પણ નથી. પરંતુ જ્યારે લોકો કંઈક અજુગતું અને અસામાન્ય જોવે છે, ત્યારે તેઓ ચોંકી જાય છે.

એક ટ્રાવેલ વ્લોગરે આવો જ એક વીડિયો શેર કર્યો છે. વાસ્તવમાં, આ વ્લોગરે લદ્દાખના એક સ્થળે તાડપત્રથી ઢંકાયેલી મંદિર જેવી જગ્યા જોઈ, જ્યાં પાણીની ઘણી બોટલો વિખરાયેલી હતી. આ પછી તેણે આ જગ્યા વિશે માહિતી એકત્રિત કરી અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી. આ યુઝર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ મંદિરમાં આ અનોખી પ્રથા પાછળનું કારણ એક ટ્રક ડ્રાઈવરનું કરુણ મોત છે.

અહેવાલ મુજબ 1999માં આ મંદિર પાસે એક ટ્રક ડ્રાઈવર તરસથી મૃત્યુ પામ્યો હતો. ત્યારથી જે પણ ત્યાંથી પસાર થાય છે તે આ હોન્ટેડ મંદિરે પાણીની બોટલ ચઢાવે છે. આ જગ્યા પર લોકો સ્વેચ્છાએ આવે છે અને પાણીની બોટલ ચઢાવે છે તેનું કારણ એ છે કે આ મંદિર એક ટ્રક ડ્રાઈવરને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવ્યું હતું જેનું 1999ની આસપાસ તરસના કારણે આ સ્થાન પર મૃત્યુ થયું હતું. ત્યારથી, જે પણ અહીંથી પસાર થાય છે, પાણીની બોટલ ચઢાવે છે.

Shah Jina
Exit mobile version