આ એક સંસ્કારી સીધી હિરોઈને ફિલ્મમાં ઇંટીમેટ સીન્સની ભરમાર, તોડ્યા લિપલોકના બધા રેકોર્ડ, તમે પણ જોઇ શરમથી થઇ જશો લાલ- જુઓ

આજથી જ નહીં પરંતુ વર્ષો પહેલાથી ફિલ્મોમાં કિસિંગ સીન હોવા સામાન્ય વાત છે. જો કે, પહેલાના સમયમાં આ સીન બે ફૂલોની વચ્ચે અથવા ઝાડની પાછળ ફિલ્માવવામાં આવતું હતું. પરંતુ આજના સમયમાં ખુલ્લેઆમ લિપલોક કરવું એ એક ફેશન બની ગઈ છે. માત્ર ફિલ્મોમાં જ નહીં પણ વેબ સિરીઝમાં પણ કિસિંગ સીન્સની કોઈ કમી નથી હોતી.

મર્ડર, જિસ્મ અને ખ્વાહિશ જેવી ફિલ્મોના નામ સાંભળીએ ત્યારે આપણા મગજમાં બોલ્ડ સીન્સ અને ઇન્ટિમેટ સીન દેખાવા લાગે. પરંતુ એક એવી ફિલ્મ છે જેણે કિસિંગ સીન્સ મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, અને સૌથી વધુ કિસિંગ સીન્સવાળી બોલિવૂડની ફિલ્મ બની. શું તમે વિચારી રહ્યા છો કે આ ફિલ્મ ઈમરાન હાશ્મીની છે તો ના, આ ફિલ્મ ઈમરાન હાશમીની નથી જેણે કિસિંગ મેનનો ટેગ લીધો છે પરંતુ આ ફિલ્મમાં કોઈ બીજું છે જેનું નામ દાદા અને પિતાના નામ પછી આવે છે.

વાસ્તવમાં આ એક્ટર નીલ નીતિન મુકેશ છે, જેણે પોતાની એક્ટિંગ કરિયરમાં ઘણી ભૂમિકાઓ નિભાવી છે. જો કે એ વાત પણ સાચી છે કે અભિનેતાએ ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું નથી પણ જેટલી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે તેમાં તેણે યાદગાર ભૂમિકાઓ ભજવી છે. અભિનેતાએ ફિલ્મ ‘3જી અ કિલર કનેક્શન’માં સોનલ ચૌહાણ સાથે ખૂબ રોમાંસ કર્યો હતો.

કિસિંગ સીન્સની વાત કરીએ તો ફિલ્મમાં કુલ 30 કિસિંગ સીન્સ છે જેણે મર્ડર, જિસ્મ, ખ્વાહિશ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. જો કે આ ફિલ્મમાં એક નહીં પરંતુ ઘણા અંતરંગ દ્રશ્યો હતા, તેમ છતાં પણ ફિલ્મ કંઈ ખાસ કરી શકી ન હતી અને ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં બોલ્ડનેસનો એવો સ્પર્શ ઉમેરવામાં આવ્યો હતો કે દર્શકો પણ ચોંકી ગયા હતા.

જોકે, આ ફિલ્મ સફળતાની સીડી ચઢી શકી નહોતી. ફિલ્મની હાલત એવી હતી કે તે તેનું બજેટ પણ રિકવર કરી શકી ન હતી, તેથી મેકર્સ માટે આ એક ઝટકો હતો. સીન્સ જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ સારું પરફોર્મ કરશે પરંતુ કોઈક રીતે એવું લાગી રહ્યું હતું કે ફિલ્મમાં જરૂર કરતાં વધુ બોલ્ડ સીન અને કિસિંગ સીન બતાવવામાં આવ્યા છે.

Shah Jina
Exit mobile version