સોશિયલ મીડિયા એટલે આજકાલ એટલો બધો ટ્રેન્ડ વધી ગયો છે કે ફેમસ થવા માટે કોઈ કઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. આપણે રોજબરોજના વીડીયો જોતાં હોઈએ છીએ જેમાં ધણા વીડીયો તો એવા હોય છે કે આપણને જોઈને નવાઈ લાગે, તો કોઈ જોઈને આપણે હસું રોકી ના શકીએ..આજ કાળ લોકો ખાવા પીવાના પણ ખૂબ જ શોખીન હોય છે. અવનવી વેરાયટી બનાવતા હોય છે ત્યારે હાલ માર્કેટમાં નવા પ્રકારના ભજીયા આવ્યા છે. જેને જોઈને તમારા મોઢેથી નીકળશે કે, ‘ચપ્પલ ખાશો.’ આ સાંભળીને તમને નવાઈ લાગશે..જી, હા..
હાલમાં જ એક એવો ગજબનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રસ્તા પર ચંપલ ભજીયા બનાવતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવવામાં આવ્યો છે. લોકો આ વીડિયો જોઈને મજા લઈ રહ્યા છે અને પોતાના મિત્રો ને ટેગ કરીને પૂછે છે – “ચંપલ ખાશો?”
