IPL – મુંબઈ ઇન્ડિયનનો આ ખેલાડી અરેસ્ટ, લગ્નની લાલચ આપી યુવતિ પર દુષ્કર્મ આચર્યાનો લાગ્યો છે આરોપ

મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડી શિવાલિક શર્માની ધરપકડ, જોધપુરની યુવતિએ લગાવ્યા ગંભીર આરોપ

મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી શિવાલિક શર્માની રાજસ્થાનની જોધપુર પોલીસે ધરપકડ કરી છે. જોધપુરના કુડી ભગતાસની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશને ક્રિકેટરની ધરપકડ કરી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ. એક છોકરીએ શિવાલિક પર લગ્નના બહાને દુષ્કર્મ આચરવાનો અને બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરવાનો આરોપ લગાવ્યો છે. છોકરીએ કુડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને ક્રિકેટર વિરુદ્ધ FIR નોંધાવી છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે શિવાલિક શર્માએ સગાઈ કર્યા પછી બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પોલીસે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે અને તેનું નિવેદન પણ નોંધ્યું છે. જોધપુર કમિશનરેટના ACPએ આ કેસની પુષ્ટિ કરતા કહ્યું કે પીડિતા કુડી ભગતાસનીના સેક્ટર-2માં રહે છે. પોલીસને આપેલી ફરિયાદમાં તેણે જણાવ્યું કે ફેબ્રુઆરી 2023માં જ્યારે તે ગુજરાત ફરવા ગઈ હતી ત્યારે તેની વડોદરામાં શિવાલિક સાથે મિત્રતા થઈ હતી.

Image Source

બંનેએ પોતાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. બંનેએ મોબાઇલ પર વાત કરવાનું શરૂ કર્યું હતું. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ અને બંનેએ પોતાના પરિવારનો પરિચય કરાવ્યો. ઓગસ્ટ 2023માં શિવાલિકનો પરિવાર તેના પરિવારને મળવા આવ્યો હતો. બંને પરિવારો લગ્ન માટે સંમત થયા અને સગાઈ પણ થઈ. સગાઈ પછી, જ્યારે શિવાલિક મળવા જોધપુર આવ્યો, ત્યારે શારીરિક સંબંધો બંધાયા. ઓગસ્ટ 2024માં શિવાલિકના માતા-પિતાએ સગાઈ તોડી નાખી એવું કહી કે શિવાલિક હવે નેશનલ ક્રિકેટર બની ગયો છે અને સારા પરિવારો તરફથી તેના માટે પ્રસ્તાવ આવી રહ્યા છે, તેથી હવે તેના શિવાલિક સાથે લગ્ન નહિ થઇ શકે.

જ્યારે શિવાલિકે પણ લગ્ન કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેણે શિવાલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. શિવાલિક શર્મા 2024થી મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે સંકળાયેલ છે અને IPL માં રમી રહ્યો છે. શિવાલિક ગુજરાતના વડોદરાનો રહેવાસી છે. શિવાલિકે 2016માં બિનુ અંડર-19 ટ્રોફી ટુર્નામેન્ટથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2018-19 માં રણજી રમ્યો હતો. વર્ષ 2024માં મુંબઈ ઈન્ડિયન્સે શિવાલિકને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

Previous Article

ડીપ નેક ડ્રેસમાં મોનાલિસાનો બોલ્ડ અવતાર! ફેન્સ થયા દિવાના! હોટ લુકથી સોશિયલ મીડિયાનું વધાર્યું તાપમાન! જુઓ તસવીરો

Next Article

RCB નહિ જીતી IPL 2025 નો ખિતાબ તો પત્નીને છૂટાછેડા આપી દઇશ...કોણે આપ્યુ આ ઓપન ચેલેન્જ, લોકોએ લીધી મજા

error: Protected Content!
Exit mobile version