કોઇ મોડલથી કમ નથી IPLના ધાકડ બેટ્સમેનની વાઇફ, ખૂબસુરતીમાં બોલિવુડ એક્ટ્રેસેસને આપે છે જોરદાર ટક્કર

KKR ના ખૂંખાર બેટરની વાઇફ, બોલ્ડ લુક અને ગ્લેમરસ અદાઓથી ચાહકોને બનાવે છે દીવાના

સોશિયલ મીડિયા પર ખૂબ મશહૂર છે KKRના ધાકડ ઓલરાઉન્ડરની પત્ની, એક પોસ્ટથી વધારી દે છે ઇન્ટરનેટનું તાપમાન, બોલ્ડનેસ એવી કે…

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના વિસ્ફોટક ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે 29 એપ્રિલ 2025ના રોજ પોતાનો 37મો જન્મદિવસ ઉજવ્યો. તેની ગણતરી T20 ક્રિકેટના સૌથી ખતરનાક ખેલાડીઓમાં થાય છે. ઘણી વાર, તેણે બેટ અને બોલ બંનેથી પોતાની ટીમ માટે મેચ વિજેતા પ્રદર્શન આપ્યું છે.

ડેશિંગ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ મેદાનની અંદર જેટલો પ્રખ્યાત છે તેટલો જ તેની પત્ની મેદાનની બહાર પ્રખ્યાત છે. તે ઘણીવાર પોતાના બોલ્ડ લુક્સ અને ગ્લેમરસ સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવે છે. આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આન્દ્રે રસેલની પત્ની જેસીમ અમેરિકાના મિયામીની રહેવાસી છે અને વ્યવસાયે મોડેલ છે.

વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ તેમની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે, જો કે તેમની પત્ની જેસિમ લોરા તેમનાથી ઓછી પ્રખ્યાત નથી. જેસિમ લોરાએ ફેશન જગતમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. તેણે ઘણી ટોચની બ્રાન્ડ્સ સાથે કામ કર્યું છે અને બોલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યા છે.

લોરા ઘણીવાર તેની સુંદરતા માટે હેડલાઇન્સમાં રહે છે. તેને બાળપણથી જ મોડેલિંગમાં રસ હતો અને ક્રિકેટ WAG બનતા પહેલા તેણે સતત તે હાંસિલ કર્યુ. લોરાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ પણ છે. લાઇફસ્ટાઇલ પોસ્ટ્સ, ફિટનેસ ટિપ્સ અને ટ્રાવેલ ડાયરીઓ સાથે જેસિમ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે.

રસેલે વર્ષ 2014માં જેસિમને પ્રપોઝ કર્યું હતું. આ વિસ્ફોટક બેટ્સમેનની સગાઈ 2014માં જેસિમ સાથે થઈ હતી. ત્યારબાદ, બંનેએ વર્ષ 2016માં લગ્ન કર્યા. લગ્નના 4 વર્ષ પછી આન્દ્રે રસેલની પત્ની જેસિમ લોરાએ એક પુત્રીને જન્મ આપ્યો. અમેરિકાના મિયામીમાં જન્મેલી લોરા તેના પતિ આન્દ્રે રસેલ સાથે જમૈકાના કિંગ્સટનમાં રહે છે.

જેસિમ લોરા તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. 19 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કરનાર જેસિમ લોરા રસેલ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની મોટી ફેન છે. તેને પાર્ટી કરવી અને શોપિંગ કરવી ખૂબ ગમે છે.

Previous Article

ઇન્ડિયન આઇડલ 12 ફેમ પવનદીપ રાજનનો ભયંકર અકસ્માત, ગાડીના ઉડ્યા પરખચ્ચા- તસવીરો જોઇ હ્રદય કંપી ઉઠશે

Next Article

પૃથ્વી શોએ પોતાની નવી ‘ગર્લફ્રેન્ડ’ સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે! કોણ છે મિસ્ટ્રી ગર્લ? જુઓ સુંદર તસવીરો!

error: Protected Content!
Exit mobile version