ખુશસુરત ટીચરે સ્ટુન્ડટના પિતાને પ્રેમમાં ફસાવી પડાવ્યા પૈસા, 1 કિસ કરી માંગ્યા 50 હજાર, પૈસા ના આપતા વીડિયો વાયરલ કરવાની ધમકી

ટીચરએ સ્ટુડન્ટના પિતા સાથે બનવ્યા સંબંધ! મંગાવ્યા 20 લાખ રૂપિયા, જાણો પછી શું થયું?

શારીરિક સંબંધ બનાવી મહિલા ટીચરે સ્ટુડન્ટના પિતાને કર્યા બ્લેકમેલ, પછી….

બેંગલુરુમાં મહિલા શિક્ષકની ધરપકડનો કેસ પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિક્ષકને તેના વિદ્યાર્થીના પિતા સાથે અફેર છે અને તેણી પૈસાથી તેને બ્લેકમેઇલ કરી રહી હતી. પૈસાના આ કિસ્સામાં, સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે પણ 25 વર્ષીય શિક્ષક શ્રીદેવી રુદગી અને અન્ય 38 વર્ષીય ગણેશ કાલે અને 28 વર્ષીય સાગરની પણ ધરપકડ કરી છે. જેમણે કથિત રૂપે સતિષ (નામ બદલ્યું) પાસેથી 4 લાખ રૂપિયા મેળવ્યા હતા અને પછી તેને ફોટોઝ અને વીડિયો દ્વારા બ્લેકમેઇલ કરીને 20 લાખ રૂપિયાની માંગ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પશ્ચિમી બેંગલુરુના વિસ્તારમાં તેની પત્ની અને ત્રણ પુત્રીઓ સાથે રહેતા સતીષે 2023 માં શાળામાં તેની સૌથી નાની 5 વર્ષની પુત્રીની નોંધણી કરાવી હતી. તે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન શ્રીદેવી રુદગીને મળ્યો અને બંને એકબીજા સાથે સંપર્કમાં આવ્યા. તેણે અલગ સિમ કાર્ડ અને ફોનથી એકબીજાને મેસેજ અને વીડિયોકોલ કરવાનું શરુ કર્યું હતું.આ દરમિયાન રુદગીએ સતીષ પાસેથી 4 લાખ રૂપિયા લીધા હતા. જાન્યુઆરીમાં 15 લાખ રૂપિયાની માંગ. સતીષનું ના કેહતા, તે સતીષના ઘરે ગઈ અને ત્યાં તેને કિસ કરી અને 50 હજાર રૂપિયાની માંગ કરી.

થોડા સમય પછી, સતિષના વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ થઈ અને પરિવાર સાથે ગુજરાત જવાનું નક્કી કર્યું. માર્ચની શરૂઆતમાં, સતિષ પુત્રીનું ટ્રાન્સફર સર્ટિફિકેટ મેળવવા માટે શાળાએ ગયા હતા, જ્યાં ગણેશ કાલે અને સાગર પહેલેથી જ રુદગીની ઓફિસમાં હાજર હતા. તે બંનેએ સતિષને તેના વ્યક્તિગત પજ ફોટોઝ અને વીડિયોઝ બતાવી અને 20 લાખ રૂપિયાની માંગ શરૂ કરી. એમ પણ કહ્યું કે જો તમે પૈસા નહી આપો તો તેઓ આ બધું તેમના પરિવારને મોકલી દેશે.સતિષ સાથેની વાતચીતમાં, તે લોકો 15 લાખ રૂપિયામાં સંમત થયા હતા, જેમાંથી 1.9 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

આ બધાની વચ્ચે પૈસાની માંગ ચાલુ રહી. 17 માર્ચે રુદગીએ સતિષને બોલાવ્યો અને બાકીના પૈસા આપવાનું કહ્યું. રુદગીએ કહ્યું કે ભૂતપૂર્વ પોલીસ અધિકારીને 5 લાખ, 1-1 લાખ રૂપિયા સાગર અને કાલેને અને બાકીના 8 લાખ મને જોઈએ છે . છેવટે, સતિશે પોલીસને ફરિયાદ કરી, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને રુદગી, સાગર અને કાલેની ધરપકડ કરી. ત્રણેય આરોપીઓને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Previous Article

ડીસાની ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, માસુમ બાળકો સહીત 21થી વધુ શ્રમિકોના દર્દનાક મોત; એમ્બ્યુલન્સનો કાફલો રવાના

Next Article

BREAKING: 'બેટમેન' ફેમ એક્ટરનું 65 વર્ષની ઉંમરે નિધન, ચાહકો આઘાતમાં

error: Protected Content!
Exit mobile version