સિંહના શરીર પર મધમાખીઓએ બનાવી લીધો હતો અડ્ડો, ડંખ મારતી રહી તો પણ કંઇ ના કરી શક્યો જંગલનો રાજા- જુઓ વીડિયો

સિંહના શરીર પર મધમાખીઓએ બનાવ્યો મધપૂડો, ‘જંગલના રાજા’ની કરી દીધી એવી હાલત કે…જોઇને દયા આવી જશે

સોશિયલ મીડિયા પર દરરોજ વન્યજીવન સંબંધિત વીડિયો વાયરલ થતા રહે છે. તેમાંથી કેટલાકને જોયા પછી આપણે ડરી જઈએ છીએ, અને કેટલાકને જોયા પછી સંપૂર્ણપણે ચોંકી જઈએ છીએ. તાજેતરમાં જ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મધમાખીઓએ સિંહના શરીર પર મધપૂડો બનાવ્યો છે.

આ રૂંવાડા ઉભુ કરે એવું દૃશ્ય જોઈને લોકો દંગ રહી ગયા. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આટલું નાનું પ્રાણી જંગલના રાજાનું જીવન મુશ્કેલ બનાવી દેશે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલનો રાજા સિંહ કેટલી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તે ઇચ્છવા છતાં પોતાને બચાવી શકતો નથી.

સિંહનું આખું શરીર મધમાખીઓથી ઢંકાયેલું છે. તે જંગલમાં પીડાથી કણસતો ફરતો હોય છે અને મધમાખીઓ તેની પીઠ પર પોતાનો મધપૂડો ગોઠવી રહી હોય છે. સિંહની હાલત જોઈને જંગલમાં તૈનાત બચાવ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી અને ત્યારબાદ ટીમે સિંહના શરીર પરના મધપૂડાને સાફ કર્યો.

સિંહની સ્થિતિ જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે સિંહ ખૂબ પીડામાં હતો. બચાવ ટીમે આખરે સિંહને બચાવી લીધો. આ પછી સિંહને નવું જીવન મળ્યું. આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @anil.beniwal29 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે.

એક યુઝરે લખ્યું કે જો બચાવ ટીમ ન પહોંચી હોત તો સિંહને નવું જીવન મળી શક્યું ન હોત. જ્યારે બીજાએ લખ્યું કે સિંહે કંઈક ભૂલ કરી હશે, જેના કારણે મધમાખીઓ ગુસ્સે થઈને સિંહને આવી હાલતમાં મૂક્યો હશે. બીજા એક વ્યક્તિએ લખ્યું કે જીવનમાં ક્યારેય કોઈને ઓછું ન આંકવું જોઈએ.

Previous Article

લગ્ન પેહલા ગુટકા ખાતા જોવા મળી દુલ્હન, દવા કહી ખાઈ ગઈ આખી ગુટકા, વીડિયો જોઈ યુઝર્સે બોલ્યા; જુઓ વીડિયો

Next Article

મૌની રોયે બતાવ્યો સેક્સી અવતાર, ડીપનેક ડ્રેસમાં કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ- હોટ લુક જોઇ થમી ગયા ચાહકોના શ્વાસ

error: Protected Content!
Exit mobile version