આ સમયના મોટા સમાચાર બાંગ્લાદેશથી આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં સોમવારે ઢાકાના ઉત્તરામાં વાયુસેનાનું F7 વિમાન ક્રેશ થયું હતું. વિમાન માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની ઇમારત સાથે અથડાયું હતું. ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સે આ ઘટનામાં ઓછામાં ઓછા એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ફાયર સર્વિસ કંટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું કે, “અમને બપોરે 1.18 વાગ્યે માહિતી મળી હતી કે ઉત્તરામાં માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજ નજીક એક વિમાન ક્રેશ થયું છે.” ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે. આમાં, સૈન્ય જવાનો અકસ્માત સ્થળેથી ઘણા ઘાયલ વિદ્યાર્થીઓને લઈ જતા જોવા મળે છે.
ફાઇટર પ્લેન ક્રેશ થયાની માહિતી મળ્યા બાદ, ફાયર વિભાગની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી. બાંગ્લાદેશ સેનાના સભ્યો અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ વાહનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે ઉત્તરા 17 સ્થિત માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં બપોરે 1:30 વાગ્યે વિમાન ક્રેશ થયું હતું.
ત્યાં અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વિમાન શાળાની ઇમારત સાથે અથડાયું હતું, ત્યારબાદ તેમાં આગ લાગી હતી. અકસ્માત બાદ નજીકમાં હાજર લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા. સેના અને ફાયર ઓફિસરે અકસ્માત અંગે વિગતવાર માહિતી આપી હતી. અકસ્માત સમયે બાળકો શાળાના પરિસરમાં હાજર હતા. અકસ્માત થયો ત્યારે અહીં ક્લાસ ચાલી રહ્યા હતા.
બાંગ્લાદેશ આર્મી પબ્લિક રિલેશન્સ ઓફિસે એક ટૂંકા નિવેદનમાં પુષ્ટિ આપી હતી કે ક્રેશ થયેલ વિમાન F-7 એરફોર્સનું હતું. ફાયર ઓફિસર લીમા ખાને ફોન પર જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને બીજા કેટલાક ઘાયલ થયા છે. જો કે, આ સંખ્યા વધુ વધી શકે છે.
VIDEO | Dhaka: Bangladesh Air Force training jet crashes into a school in Dhaka, killing at least one person, fire official says. More details awaited.
(Source: PTI Videos) pic.twitter.com/bzXMGqJTEE
— Press Trust of India (@PTI_News) July 21, 2025
