‘ઘણીવાર રાત્રે જાગતી તો જોતી કે તે મારી સાથે જબરદસ્તી…’ UK સાંસદ એંડ્રયૂ ગ્રિફિથ્સ પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, જુઓ

ભૂતપૂર્વ બ્રિટિશ સાંસદ કેટ નાઇવેટને (Kate Kniveton) પહેલીવાર જાહેરમાં પોતાના લગ્ન જીવનમાં થયેલા અત્યાચારો શેર કર્યા છે. તેણે તેના પૂર્વ પતિ અને કંઝરવેટિવ પાર્ટીના સાંસદ એંડ્રયૂ ગ્રિફિથ્સ (Andrew Griffiths) પર બળાત્કાર, શારીરિક અને માનસિક હિંસા તેમજ નવજાત પુત્રી પર દુર્વ્યવહારના ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપોએ સોશિયલ મીડિયાથી લઈને બ્રિટિશ સંસદ સુધી ચર્ચા જગાવી છે.

ITV ની ડોક્યુમેન્ટરી ‘Breaking the Silence: Kate’s Story’ માં તેણે કહ્યું હતું કે એંડ્રયૂ ગ્રિફિથ્સે તેનું જાતીય શોષણ કર્યું હતું જ્યારે તે સૂતી હતી. તેણે કહ્યું, “હું ઘણીવાર રાત્રે જાગી જતી અને તેને મારી સાથે બળજબરી કરતો જોતી. ક્યારેક હું ચૂપ રહેતી, પણ ક્યારેક હું રડવા લાગતી અને જ્યારે હું રડતી ત્યારે તે ગુસ્સે થઈને મને બેડ પરથી લાત મારી બહાર નીકાળી દેતો. ઘણી વખત હિંસાથી બચવા માટે પોતાને રૂમમાં બંધ કરી લેતી અથવા ઘરની બહાર નીકળી જતી.

કેટનો દાવો છે કે તે તેના 10 વર્ષના લગ્નજીવનમાં માનસિક અને શારીરિક શોષણનો ભોગ બની હતી અને અલગ થયા પછી પણ ગ્રિફિથ્સે પાંચ વર્ષ સુધી કાનૂની પ્રક્રિયાઓ દ્વારા તેને હેરાન કરી. તેણે કહ્યું, “લોકો માને છે કે આવું ફક્ત ગરીબ અથવા અભણ વર્ગમાં જ થાય છે, પરંતુ ઘરેલુ હિંસા દરેક વર્ગમાં થઈ શકે છે. જ્યારે હું સાંસદ બની ત્યારે મેં ઘરેલુ હિંસાનો ભોગ બનેલા લોકોનો અવાજ બનવાની પ્રતિજ્ઞા લીધી.” એંડ્રયૂ ગ્રિફિથ્સને એક સમયે મહિલા અધિકારોના સમર્થક માનવામાં આવતા હતા.

તેઓ 2006માં વડા પ્રધાન બનેલા થેરેસા મેના ચીફ ઓફ સ્ટાફ પણ રહી ચૂક્યા છે, પરંતુ તેમનો અસલી ચહેરો 2018માં ત્યારે બહાર આવ્યો જ્યારે તેમણે ત્રણ અઠવાડિયામાં બે મહિલા કાર્યકર્તાઓને 2,000 થી વધુ અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. આ પછી તેમને સરકારી પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. 2021માં ફેમિલી કોર્ટના ન્યાયાધીશે તેને પત્ની પર બળાત્કાર અને વારંવાર હુમલો કરવા બદલ દોષિત ઠેરવ્યો.કેટની આખી કહાની ચેનલ ITV1 અને તેના ડિજિટલ પ્લેટફોર્મ ITVX પર ‘બ્રેકિંગ ધ સાયલન્સ: કેટ’સ સ્ટોરી’ નામની ડોક્યુમેન્ટરીમાં બતાવવામાં આવી છે. કેટની અંગત વાર્તા ઉપરાંત તે એ પણ બતાવે છે કે કેવી રીતે બ્રિટનની ફેમિલી કોર્ટ દર વર્ષે 30 હજારથી વધુ ઘરેલુ હિંસાના કેસોમાં નબળા નિર્ણયો લે છે.

Previous Article

સુરતમાં હિટ એન્ડ રન ! પેટ્રોલ પંપ પર સફાઇ કરી રહેલી મહિલાને કારે કચડી, ડ્રાઇવર ફરાર; જુઓ વીડિયો

Next Article

ગ્રીષ્માના હત્યાના આરોપી ફેનિલને લાજપોર જેલમાં બિલાડી બચકું ભરી ગઈ, જુઓ આગળ શું શું થયું...

error: Protected Content!
Exit mobile version