સ્વિમિંગ પુલમાં અવનીત કૌરે લગાવી આગ, રેડ મોનોકિની પહેરી ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર- જુઓ તસવીરો
સોશિયલ મીડિયા સેન્સેશન અને એક્ટ્રેસ અવનીત કૌર અવાર નવાર પોતાની હોટનેસથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવતી રહે છે. અવનીત ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ ફોટોઝ અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં જ આ હસીનાએ એક ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે જે ઘણુ વાયરલ થઈ રહ્યુ છે. એક્ટ્રેસ મિનિટોમાં પોતાના લુકથી બધાને દિવાના બનાવી દે છે.
અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં જ અવનીતે તેના કેટલાક ગ્લેમરસ ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અવનીત રેડ મોનોકિનીમાં સ્વિમિંગ પુલમાં પોઝ આપતી અને ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તસવીરોમાં, અવનીત ભીના વાળ સાથે બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે. ચાહકો અભિનેત્રીની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને દિલથી પ્રેમ વરસાવી રહ્યા છે.
23 વર્ષની અવનીત હાલમાં ક્રિકેટર શુભમન ગિલ સાથે ડેટિંગના સમાચારોને લઇને પણ હેડાલાઇન્સમાં છે. જો કે, ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સાચું નથી. જો શુભમન ગિલ અભિનેત્રી અવનીતને ડેટ નથી કરી રહ્યો, તો પછી શું કારણ છે કે અવનીત શુભમન ગિલની મેચો સિવાય તેના જન્મદિવસની પાર્ટીમાં પણ જોવા મળે છે. અવનીત કૌર બાળપણથી જ ટીવી સિરિયલોમાં કામ કરી રહી છે.
અવનીત કૌર સૌથી નાની ઉંમરના પ્રભાવશાળી વ્યક્તિઓમાંની એક છે. અવનીત કૌર પહેલી વાર 2010માં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ’ માં દેખાઈ હતી. બાદમાં તેણે ‘ડાન્સ કે સુપરસ્ટાર્સ’ માં ભાગ લીધો અને 2012માં લાઇફ ઓકેના શો ‘મેરી મા’ થી અભિનયની શરૂઆત કરી. તે ‘ઝલક દિખલા જા’ (2012), ‘સાવિત્રી એક પ્રેમ કહાની’ (2013), ‘એક મુઠ્ઠી આસમાન’ માં જોવા મળી છે.
2014માં, કૌરે YRF ની મર્દાની સાથે મોટા પડદા પર ડેબ્યૂ કર્યું હતુ. અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 31.7 મિલિયન ફોલોઅર્સ છે. શુભમન ગિલ અને અવનીત કૌર વચ્ચેની કડી નિર્માતા રાઘવ શર્મા છે. રાઘવ શર્મા શુભમન ગિલનો નજીકનો મિત્ર છે. બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે. શુભમન ગિલનો જન્મદિવસ હોય કે રાઘવ શર્માનો, બંને સાથે જોવા મળે છે.
રાઘવ શુભમન ગિલની રજાઓમાં પણ તેની સાથે રહે છે. બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ તેમની નિકટતાના પુરાવા આપે છે. આ જ કારણ છે કે રાઘવ શર્મા શુભમન ગિલ અને અવનીત કૌર સાથે જોવા મળે છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અવનીત કૌર અને રાઘવ શર્મા ડેટિંગ કરી રહ્યા છે. રાઘવ શર્મા અવનીતના ઘણા મ્યુઝિક વીડિયોના નિર્માતા છે. તેઓ દરેક વેકેશનમાં સાથે જોવા મળે છે. રાઘવ શુભમન ગિલની પણ નજીક છે, તેથી જ અવનીત ઘણીવાર ગિલ સાથે જોવા મળે છે.
