અર્જુન કપૂર અને મલાઇકા અરોરાનો થયો આમનો-સામનો, બની રહ્યા છે અજાણ, અજીબ મોમેન્ટ વાયરલ

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એક્સ કપલ છે. તેઓ એક સમયે પ્રેમમાં હતા, પરંતુ હવે આમને સામને હોવા છતાં પણ તેઓ એકબીજાથી અજાણ છે. આ સીન મુંબઈમાં “હોમબાઉંડ” ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યું હતું. અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અર્જુન મહેમાનો સાથે વાતચીત કરતો અને નેહા ધૂપિયા સહિત સાથી કલાકારો સાથે ગર્મજોશીથી મળી રહ્યો છે. નજીકમાં ઉભેલી મલાઈકાએ તેની સાથે વાત ન કરી કે ન તો આંખ મીંચી. થોડા સમય પછી તે શાંતિથી ત્યાંથી નીકળી ગઈ, જેના કારણે બંને વચ્ચે તણાવની અટકળો શરૂ થઈ. યુઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યુ- “એક તરફ બધો પ્રેમ, અને બીજી તરફ આ અજીબ ક્ષણ… જીવનનો અર્થ એ જ છે.” બીજાએ લખ્યુ- “ભૂતપૂર્વ કપલ. એકબીજાને અવગણવું.”

અન્ય એકે લખ્યુ- “મને મલાઇકા માટે ખરાબ લાગી રહ્યુ છે.” જણાવી દઇએ કે, મલાઈકા અને અર્જુનનું 2024 માં બ્રેકઅપ થયુ હતુ. આ પહેલાં મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, બંનેને એક પુત્ર અરહાન છે. જોકે, અરબાઝ સાથેના બ્રેકઅપ બાદ મલાઈકાએ અર્જુનને ડેટ કરવાનું શરૂ કર્યુ. જો કે કમનસીબે તે બંનેનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહિ.

Previous Article

બ્રેઈન સ્ટ્રોક પહેલા શરીરમાં જોવા મળે છે આ સંકેત, લક્ષણ દેખાતા જ તરત કરો આવી રીતે બચાવ

Next Article

34 વર્ષની ટૉપ હસીના નિયા શર્મા: 15 વર્ષથી ટીવી પર રાજ કરી રહી, 8.2 મિલિયન ફેન ફોલોવિંગ અને મહિને કમાય છે 30 લાખ!

error: Protected Content!
Exit mobile version