લગ્ન સ્થળ પર પહોંચેલા અનંત અંબાણીએ દાદા ધીરુભાઈ અંબાણીને કર્યા યાદ, શ્રધાંજલિ આપીને લીધા આશીર્વાદ, જુઓ વીડિયો

દાદા ધીરુભાઈ અંબાણીએ આશીર્વાદ લઈને લગ્ન મંડપમાં પ્રવેશ્યો અનંત અંબાણી, વીડિયો જોઈને લોકો બોલ્યા “આ છે ખરા ગુજરાતી સંસ્કાર !”

Anant took Dhirubhai Ambani’s blessings : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં તેમના સ્વર્ગસ્થ પિતા ધીરુભાઈ અંબાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. લગ્ન આજે એટલે કે શુક્રવારે 12 જુલાઈએ મુંબઈમાં થઈ રહ્યા છે. લગ્ન સ્થળનો પહેલો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે લગ્ન સ્થળના એન્ટ્રી ગેટ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સ્થાપકનો ફોટો લગાવવામાં આવ્યો હતો, જેને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યો હતો.

ધીરુભાઈ અંબાણીનું અવસાન 6 જુલાઈ 2002ના રોજ થયું હતું. મુકેશ અંબાણી અને તેમના ભાઈ અનિલ અંબાણી પરિવારમાં ખાસ પ્રસંગોએ તેમના પિતાને વારંવાર યાદ કરે છે. અંદરના વિડિયોમાં એ પણ ખુલાસો થયો છે કે લગ્ન સમારોહમાં પ્રવેશતા પહેલા મહેમાનો માટે પોઝ આપવા માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી.

જેના બાદ હવે જ્યારે વાજતે ગાજતે વરઘોડો મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર એટલે કે જ્યાં અનંત અને રાધિકાના લગ્ન થવાના છે ત્યાં પહોંચી ગયો છે ત્યારે અંબાણી પરિવાર પણ લગ્ન સ્થળની અંદર જતો જોવા મળ્યો હતો. જેમાં પરિવારના તમામ સભ્યો ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. લગ્નસ્થળમાં પ્રવેશતા સમયે અંબાણી પરિવારે પેપરાઝીને પોઝ પણ આપ્યા હતા.

જેના બાદ અંદર પ્રેવશતા સમયે રાખવામાં આવેલા ધીરુભાઈ અંબાણીની તસવીર આગળ અનંત અંબાણી તેમને શ્રધાંજલિ આપી અને તેમના આશીર્વાદ પણ લેતો જોવા મળે છે. પેપરાઝી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અનંત તેના દાદાની તસવીર પર તિલક કરી રહ્યો છે. આ દરમિયાન માતા નીતા અંબાણી પણ તેની સાથે ઉભેલા છે.

Previous Article

વાજતે ગાજતે નીકળ્યો અનંત અંબાણીનો વરઘોડો, એન્ટિલિયાના કર્ચમારીઓ મન મૂકીને ઝૂમ્યા, સામે આવ્યા વીડિયો, જુઓ

Next Article

અનંત-રાધિકાનાં લગ્નમાં વરરાજા અનંત ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યા, દિશા પટનીએ જોરદાર બોલ્ડ બ્લાઉઝ પહેર્યું, જુઓ અંદરની તસવીરો

error: Protected Content!
Exit mobile version