અનંત-રાધિકાનાં લગ્નમાં વરરાજા અનંત ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યા, દિશા પટનીએ જોરદાર બોલ્ડ બ્લાઉઝ પહેર્યું, જુઓ અંદરની તસવીરો

એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન એવા ગુજરાતી મુકેશ અંબાણીના નાના લાડલા દીકરા અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. વિશ્વભરમાં લોકપ્રિય બનેલું ગીત ‘કામ ડાઉન’ ફૅમ સિંગર રેમા તથા સ્પેનિશ સોંગ ‘ડેસ્પેસીટો’ ફૅમ લૂઇસ ફોન્સી લગ્નમાં પર્ફોર્મ કરવાનાં છે. તમને જણાવી દઈએ કે ગાયિકા રીમાને અંબાણી પરિવારે પર્ફોર્મ કરવાના 25 કરોડ રૂપિયા આપ્યા હોવાની ચર્ચા છે.

‘આઉટલુક’ના અહેવાલ પ્રમાણે, અનંત-રાધિકાનાં લગ્ન પાછળ અંબાણી પરિવારે અંદાજે ચારથી પાંચ હજાર કરોડ ખર્ચ કર્યો હોવાનો અંદાજ છે. બૉલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તે લગ્નમાં સામેલ થઈ શકશે નહીં.

બસ હવે રાધિકા-અનંત અંબાણીના લગ્ન થોડા જ કલાકોમાં થવાના છે. દરમિયાન, અનંત અંબાણીની લગ્નનો વરઘોડો એન્ટિલિયાથી નીકળી ગયો છે. આ દરમિયાન લગ્નના વરઘોડામાં મહેમાનો ડાન્સ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં લગ્નના કેટલાક મહેમાનો અનંત અંબાણીની કારની સામે જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે.

ફૂલોથી શણગારેલી અનેક લક્ઝરી કાર લગ્નના વરઘોડામાં જોવા મળે છે. હવેથી થોડા કલાકો પછી, બંને લગ્નના કપડાં પહેરીને ફેરા લેવા માટે તૈયાર જોવા મળશે.

પરિવારમાં નવા સભ્યોના સ્વાગત માટે અંબાણી નિવાસને દુલ્હનને માફક સજાવવામાં આવ્યું છે. તો વળી ઢોલ નગારા સાથે અનંત પોતાની દુલ્હનિયા રાધિકા મર્ચેન્ટને લેવા માટે ફુલોથી સજાવેલી Rolls Royce કારથી પોતાની જાન લઈને જિયો વર્લ્ડ કન્વેંશન સેન્ટર પહોંચ્યા છે.

તમને જણાવી દઈએ કે અંબાણી ફેમિલી મેરેજ જગ્યા જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યો હતો. મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ, શ્લોકા મહેતા, ઈશા અંબાણી અને આનંદ પીરામલનો પહેલો ફોટો અને વીડિયો સામે આવ્યા છે. અંબાણી પરિવારની વહુ શ્લોકા ડાર્ક પિંક લહેંગામાં સુંદર લાગી રહી હતી. આખો પરિવાર લાઈટ પિંક પોશાક પહેરીને વરરાજા અનંત સાથે પેપ્સ માટે પોઝ આપે છે.

ગોલ્ડન શેરવાનીમાં અનંત હેન્ડસમ લાગતો હતો. નીતા અંબાણીએ તેમના પુત્રના લગ્નમાં અબુ જાની સંદીપ ખોસલાના ડિઝાઈનરે તૈયાર કરેલ ખાસ આઉટફિટ પહેર્યા હતા. આપણે જણાવી દઈએ કે બિઝનેસ ટાયકૂન નીતા અંબાણીનો આ ગોલ્ડન અને પિંક કલરના લહેંગાને અબુજાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યો છે અને ડોલી જૈન દ્વારા ડ્રેપ કરવામાં આવ્યો છે. તેણીએ તેમને હીરાનો હાર પહેરાવ્યો છે. તો મુકેશ અંબાણી પણ પિંક કલરના આઉટફિટમાં છે અને તેઓ નીતા અંબાણીને સંપૂર્ણ રીતે મેચ કરી રહ્યા છે.

અનંત રાધિકાના આ ધમાકેદાર મેરેજ ફંક્શનમાં સામેલ થનારા મહેમાનો માટે અંબાણી પરિવારે ખાસ વ્યવસ્થા કરી છે. આ લગ્નમાં ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, આધ્યાત્મિકતા, ભારતીય લોક કલા, શિલ્પ કૌશલ અને સંગીતની ઝલક જોવા મળી રહી છે. સાથે જ ઘણું બધું અન્ય ખાસ હશે. વરરાજા અનંત અંબાણી પોતાની દુલ્હન રાધિકાને લેવા માટે એન્ટીલિયાથી વેડિંગ વેન્યૂ જિયો વર્લ્ડ સેન્ટર પહોંચી ચુક્યા છે.

 

YC
Exit mobile version