વેસ્ટર્ન લુકમાં પતિ અનંત સાથે પેરિસમાં જોવા મળી નવી નવેલી દુલ્હન રાધિકા, નો મેકઅપ લુક અને મંગળસૂત્ર એ ખેંચ્યુ ધ્યાન

લગ્ન બાદ મોર્ડન અંદાજમાં જોવા મળી રાધિકા, ગળામાં પહેર્યુ મંગળસૂત્ર- સિંપલ લુકમાં પણ લાગી ખૂબસુરત- જુઓ તસવીરો

દેશ અને દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેનમાંના એક એવા મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીનો નાનો પુત્ર અનંત ગત મહિને 12 જુલાઈના રોજ મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાયો. લગ્ન બાદ આ ન્યુલીવેડ કપલ માટે અંબાણી પરિવારે શુભ આશીર્વાદ સેરેમની અને ગ્રૈંડ રિસેપ્શનનું આયોજન કર્યુ હતુ.

લગ્ન તેમજ તેના પહેલા અને પછીના દરેક કાર્યક્રમમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ સહિત બોલિવુડ ઇન્ડસ્ટ્રીના લોકોનો મેળાવડો જોવા મળ્યો હતો. ત્યારે મુંબઈમાં ભવ્ય લગ્ન સમારોહ પછી બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી તેમની પત્ની નીતા અંબાણી, નાનો પુત્ર અનંત અંબાણી અને તેની પત્ની રાધિકા, તેમજ દીકરી ઇશા અને જમાઇ આનંદ સાથે હાલમાં પેરિસમાં છે.

પેરિસમાં તેઓ ઓલિમ્પિક 2024ની પણ મજા માણી રહ્યા છે. આ દરમિયાનનો અનંત-રાધિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાધિકા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. જણાવી દઇએ કે, અનંત અને રાધિકા સહિત અંબાણી પરિવાર પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો હતો.

અનંત એનિમલ પ્રિન્ટ શર્ટ અને પેન્ટમાં જ્યારે રાધિકા ઓરેન્જ વન પીસમાં જોવા મળી હતી. રાધિકા અને અનંત બંને કારમાંથી ઉતરતા સ્પોટ થયા હતા. આ સાથે તેણે ગળામાં મંગળસૂત્ર પણ પહેર્યું હતું, જેના પર ‘AR’ લખેલું છે. આ કપલ મોડર્ન લુકમાં એકદમ ક્લાસી લાગી રહ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સભ્ય છે, જેના કારણે તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે ફ્રાન્સની રાજધાનીમાં છે. જણાવી દઇએ કે, મુંબઇમાં લગ્ન બાદ અંબાણી પરિવાર લંડનમાં છે, જ્યાં કપલના લગ્નની ફરીથી ઉજવણી થવાની હોવાનું રીપોર્ટ્સમાં કહેવાઇ રહ્યુ છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Previous Article

ગુજરાત માથે મોટુ સંકટ ! ઓગસ્ટમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી- વાંચો

Next Article

પેરિસ ઓલંપિકના આ જાદુઇ ફોટોઝે કર્યા ઇન્ટરનેટની જનતાને હેરાન, ફોટોગ્રાફરની ફેન થઇ ગઇ જનતા

error: Protected Content!
Exit mobile version