હાલોલ-વડોદરા રોડ પર 5 વાહનો વચ્ચે અકસ્માત, ઇકો કાર વચ્ચે આવી જતા પતિ-પત્ની ચગદાયું- મરણચીસોથી ગુંજ્યો હાઇવે

ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હાલોલ-વડોદરા રોડ, એકસાથે 5 વાહનો ટકરાતા ઘટનાસ્થળે જ દંપતીનું મોત, 4 ઘાયલ- જુઓ તસવીરો

શનિવાર ગુજરાત માટે ગોઝારો સાબિત થયો, વડોદરા-હાલોલ રોડ પર જરોદ ગામ પાસે એકસાથે પાંચ વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી. આ અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે અને ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મૃતક બંને દંપતી હોવાનું સામે આવ્યુ છે.

અકસ્માતના કારણે રોડ પર 3થી4 કિમીનો લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો અને હાલોલ-વડોદરા ટોલ માર્ગ બંધ કરાયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, વડોદરા-હાલોલ રોડ પર જરોદ ત્રણ રસ્તા પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો, જેમાં વાહનો એકબીજા પાછળ અથડાયા અને એકસાથે પાંચ વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઈક્કો કારનો ભૂક્કો બોલાઇ ગયો.

ઈકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાને કારણે અંદર સવાર 35 વર્ષિય નરેશભાઈ ડોડિયા અને તેમના પત્ની ધર્મિષ્ઠાબેનનું મોત થયું હતું. મૃતકો જરોદ ગામના રહેવાસી હતા. જે પાંચ વાહનો એકસાથે ટકરાયા તેમાં હેવી લોડર ટ્રક, પાણીનુ ટેન્કર, ઈકો કાર, રિક્ષા અને કિયા કારનો સમાવેશ થાય છે. સદ્નનસીબે કિયા કારની એરબેગ ખૂલી જવાને કારણે 6 લોકોનો આબાદ બચાવ થયો હતો.

બે લોડિંગ ટ્રકો કે જેમાં સામાન ભરેલો હતો તે વચ્ચે ટક્કર થતાં બંને ટ્રક પલટી ખાઈ ગઇ અને ત્રણ વાહનો દબાયાં. રિક્ષા, ઇકો કાર અને કિયા કાર દબાઈ જતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા જ્યારે બે લોકોના મોત થયા. અકસ્માતને પગલે વાહનોને હાઇવે પર આવેલા ભાથીજી મંદિર અને CNG પમ્પ પાસેથી જરોદ ગામમાંથી પુનઃ હાઇવે પર ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતા.

જણાવી દઇએ કે, ગત રોજ બનાસકાંઠાનાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે હીટ એન્ડ રનની ઘટના બની હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલ વાહન ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને તે બાદ તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે બે લોકોનાં ઘટનાં સ્થળે મોત નિપજ્યા હતા.

Previous Article

"ટ્રાંસફોર્મરમાં ભૂત ઘુસી ગયું છે?" ગામમાં વારંવાર થઇ રહી હતી બત્તી ગુલ, ભૂત-પ્રેતનો સાયો સમજી લોકોએ બોલાવ્યો તાંત્રિક- પછી શરૂ થયો ખેલ

Next Article

મનુ ભાકરનું ત્રીજુ મેડલ જીતવાનું સપનું ચકનાચૂર, પેરિસ ઓલિમ્પિકમાં રેકોર્ડ ત્રીજો મેડલ જીતવાથી જરાક માટે ચૂકી

error: Protected Content!
Exit mobile version