ગયા વર્ષે ડિસેમ્બરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલ સુરતના ડાયમંડ બુર્સને લઇને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.રીપોર્ટ્સ અનુસાર, સરકાર દ્વારા ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીની જેમ હવે સુરત ડાયમંડ બોર્સમાં પણ દારૂબંધી હળવી કરવામાં આવે તેવી શક્યતા છે. વૈશ્વિક હીરા વેપાર કેન્દ્ર બનવાની ભારતની આકાંક્ષાને પરિપૂર્ણ કરવા માટે, ગુજરાતમાં એક ભવ્ય ડાયમંડ બોર્સની રચના કરવામાં આવી છે.
ડ્રાય સ્ટેટ ગુજરાતનો ‘દુષ્કાળ’ ખતમ થવા જઈ રહ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પછી રાજ્ય સરકાર ડ્રીમ (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ) સિટી માટે વ્યવસાયને આકર્ષવામાં મદદ કરવા માટે મોટી વ્યૂહરચનાના ભાગરૂપે પ્રતિબંધના કાયદાને સરળ બનાવવાનું આયોજન કરી રહી છે. દરખાસ્ત મંજૂર થયા બાદ ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે.
જો બધુ યોજના મુજબ ચાલશે તો બે મહિનામાં આની જાહેરાત થઈ શકે છે. ડાયમંડ બોર્સ, જે 4,500થી વધુ ઓફિસો ધરાવે છે, તે 2,000 એકરના ડ્રીમ સિટીનો એક ભાગ છે, જેનો હેતુ હીરાના વેપાર અને સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો છે.
