એશ્વર્યા રાયની 1.5 કરોડની લગ્ઝરી કારને બસે મારી ટક્કર? જાણો પછી શું થયું….

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન વિશે સમાચાર છે કે તેની લક્ઝરી કાર ટોયોટા વેલફાયરને મુંબઈના રસ્તાઓ પર એક બસે ટક્કર મારી હતી. અભિનેત્રીની કારને પાછળથી એક બસે ટક્કર મારી હતી. એવું કહેવાઇ રહ્યુ છે કે અકસ્માત સમયે કારની અંદર એશ્વર્યા નહોતી. આ દરમિયાનનો એક વીડિયો પણ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

રીપોર્ટ અનુસાર, અભિનેત્રીના નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો કે જ્યારે કારને બસે ટક્કર મારી ત્યારે એશ્વર્યા કારમાં નહોતી. તે માત્ર એક નાનો અકસ્માત હતો અને કોઈ નુકસાન થયું નથી. જે અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે તેમાં અભિનેત્રીની કાર ટોયોટા વેલફાયરની પાછળ MSRTC બસ દેખાઈ રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મામલો સંભાળ્યા પછી કારને ત્યાંથી દૂર મોકલી દેવામાં આવી હતી.

પેપરાજીના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયેલા વીડિયોમાં અભિનેત્રીની કાર લાલ બસની આગળ દેખાય છે અને રસ્તા પર લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ છે. જો કે, કારને કોઈ ગંભીર નુકસાન થયું નથી. જણાવી દઈએ કે 25 માર્ચે સોનુ સૂદની પત્ની સોનાલી સૂદના કાર અકસ્માતના સમાચાર પણ પ્રકાશમાં આવ્યા હતા. મુંબઈ-નાગપુર હાઇવે પર એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી.

જો કે આ અકસ્માતમાં તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. પોતાની પત્ની વિશે અપડેટ આપતાં, સોનુ સૂદે કહ્યું હતું કે, “તે હવે સ્વસ્થ છે, તે એક ચમત્કાર છે કે તે કોઈ નુકસાન વિના બચી ગઈ, ઓમ સાઈ રામ.” સોનાલી બહેન અને ભાણિયા સાથે મુસાફરી કરી રહી હતી. આ અકસ્માતમાં ડ્રાઇવરને ઇજા પહોંચી છે. આ ઘટના 24 માર્ચ, સોમવારની મોડી રાત્રે બની હતી. સોનાલી અને તેનો ભાણિયો બંને હાલમાં નાગપુરની મેક્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Previous Article

9000 કરોડના માલિકની બૈરીનું અફેર, બોયફ્રેન્ડ પાસે મંગાવતી કોન્ડોમ; પતિએ ફોડ્યો ભાંડો- જાણો આખી સ્ટોરી

Next Article

ધનશ્રી સાથે કેમ થયા યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડા ? કેમ સંબંધમાં પડી તિરાડ ? સામે આવ્યુ અસલી કારણ

error: Protected Content!
Exit mobile version