થિયેટર અભિનેત્રી અદિતિ મુખર્જીનું રોડ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે. તેમના મૃત્યુથી રંગમંચ સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અદિતિ નોઈડામાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીમાં એક થિયેટર કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાના ઘરેથી નીકળી હતી, અને તેમની કેબને અધવચ્ચે જ એક ઝડપી વાહને ટક્કર મારી દીધી.
આ દુ:ખદ અકસ્માતમાં અદિતિનો જીવ ચાલ્યો ગયો. અદિતિ મુખર્જીના મૃત્યુના સમાચાર બાદ રંગમંચ કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી.અદિતિ પ્રખ્યાત બોલિવૂડ અભિનેતા આશુતોષ રાણા સાથે એક થિયેટર નાટક કરી રહી હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ અદિતિને ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જો કે ડોકટરો તેમનો જીવ બચાવી શક્યા નહિ. અદિતિ એક થિયેટર કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેના ઘરેથી ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી જઈ રહેલી કેબમાં મુસાફરી કરી રહી હતી. અદિતિ મુખર્જી દિલ્હીના મહિપાલપુરમાં તેના ભાઈ સાથે રહેતી હતી.
અદિતિનું ઘર ઓડિશામાં છે. તે અસ્મિતા થિયેટરની ભૂતપૂર્વ વિદ્યાર્થીની હતી, જ્યાં તે અભિનયનો અભ્યાસ કરતી હતી. અસ્મિતા થિયેટરના ડિરેક્ટર અરવિંદ ગૌરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અદિતિના નિધનના સમાચાર શેર કર્યા. અદિતિ 2022 બેચના થિયેટરની પ્રતિભાશાળી વિદ્યાર્થીની હતી અને ખૂબ જ સારી અભિનેત્રી હતી.
