જય શાહ બન્યા ICC ચેરમેન તો બદલાયા પાકિસ્તાનના તેવર, ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આ ક્રિકેટરે કહ્યુ એવું કે…

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાવાની છે. આ આગામી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેવા જઈ રહી છે, ICCએ શેડ્યૂલને મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ સુધી ભારત પાકિસ્તાન જઇને રમશે કે કેમ તે અંગે કંઈ સ્પષ્ટ સામે આવ્યું નથી. જય શાહને તાજેતરમાં ICCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેમનો કાર્યકાળ 1 ડિસેમ્બરથી શરૂ થશે. હવે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી યુનૂસ ખાને જય શાહને ખાસ અપીલ કરી છે.

યુનૂસ ખાનનું માનવું છે કે આઈસીસીના નવા અધ્યક્ષ બન્યા બાદ જય શાહે સારી ખેલભાવના બતાવવી જોઈએ. તેણે કહ્યું, “જય શાહ ICCના અધ્યક્ષ બન્યા પછી, ક્રિકેટની રમત વધુ સારી સ્થિતિમાં જવી જોઈએ. જય શાહે અહીં સારી ખેલદિલી બતાવવી જોઈએ. એક અધ્યક્ષ તરીકે, ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન આવે તો એક સારી પહેલ હશે. બીજી તરફ પાકિસ્તાન ટીમ ભારત રમવા આવે.

જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન છેલ્લા લગભગ 2 દાયકામાં ઘણીવાર આમને સામને આવ્યા છે, પણ ભારતીય ટીમ 2008 એશિયા કપના બાદ સરહદ પાર ક્રિકેટ રમવા નથી ગઇ. યુનિસ ખાનનું સ્પષ્ટ કહેવું છે કે જય શાહ હવે બીસીસીઆઈના સચિવ નહીં રહે અને આઈસીસીના ચેરમેન હોવાને કારણે તેમણે ક્રિકેટની મદદથી દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.

ICC એ થોડા સમય પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા મોકલવામાં આવેલ ટ્રોફી 2025ના પ્રસ્તાવિત શેડ્યુલને મંજૂરી આપી હતી. તેના અનુસાર, ટીમ ઈન્ડિયાની તમામ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે. શેડ્યૂલ મુજબ, ભારતને બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. જો ભારત સેમીફાઈનલમાં પહોંચે છે તો પણ મેચ લાહોરમાં જ રમાશે.

Previous Article

Startups and AI: How Artificial Intelligence Drives Innovation

Next Article

ધોનીના સાળાની દુલ્હન બનશે બોલિવુડની આ ટોપ એક્ટ્રેસ ? પોતે કર્યુ રિલેશનશિપ કંફર્મ; જુઓ તસવીરો

error: Protected Content!
Exit mobile version