આ દિગ્ગજ ક્રિકેટરના પિતાનો આરોપ – “હું તેને ક્યારેય માફ નહીં કરુ, ધોનીએ મારા દીકરાનું કરિયર બરબાદ કરી નાખ્યું”

દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર મોટો આરોપ લગાવ્યો છે. યોગરાજ સિંહે કહ્યુ કે ધોનીએ યુવરાજની ક્રિકેટ કારકિર્દીને 4-5 વર્ષ ટૂંકી કરીને બરબાદ કરી દીધી. આ સિવાય તેમણે પુત્ર યુવરાજ સિંહને ‘ભારત રત્ન’ આપવાની પણ માંગ કરી. યોગરાજ સિંહે કહ્યું કે તેમનો પુત્ર યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન માટે ‘ભારત રત્ન’નો હકદાર છે. આ ઓલરાઉન્ડરને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવો જોઈએ.

યોગરાજ સિંહે કહ્યું કે જે રીતે યુવરાજે કેન્સર સામે લડીને પોતાની બીજી ઈનિંગને યાદગાર બનાવી, તે જોઈને તેને આ સન્માન મળવું જોઈએ. ક્રિકેટ અને ખેલાડીઓ પર બેબાક રાય આપવાવાળા યોગરાજ સિંહે એકવાર ફરી એમએસ ધોનીને આડે હાથ લીધા. યોગરાજે કહ્યુ કે યુવરાજ સિનિયર નેશનલ ટીમમાં વધુ યોગદાન આપી શક્યો હોત. તેમણે કહ્યું કે યુવરાજ ભારતીય ક્રિકેટમાં બેજોડ ઓલરાઉન્ડર હતો.યોગરાજે પહેલા પણ ધોનીને લઇને કહ્યુ હતુ કે જ્યારે યુવી કેપ્ટન માહી સાથે નેશનલ ટીમમાં રમતા હતા ત્યારે તેમણે દીકરાની લાઇફને મુશ્કેલ બનાવી દીધી હતી.

યોગરાજ સિંગે સ્વિચ યૂટયૂબ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ-‘હું એમએસ ધોનીને માફ નહીં કરુ . તેણે પોતાની જાતને અરીસામાં જોવી જોઈએ. તે ક્રિકેટર તરીકે તેજસ્વી હતો, જેને હું સલામ કરું છું. પરંતુ તેણે મારા પુત્ર સાથે જે કર્યું તેના માટે તેને ક્યારેય માફ કરી શકાય નહીં. તેણે જે પણ કર્યું તે પ્રકાશમાં આવી રહ્યું છે. તેને માફ કરી શકાય તેમ નથી.

યોગરાજ સિંહના કહેવા પ્રમાણે, ‘તે વ્યક્તિએ મારા પુત્રનું જીવન બરબાદ કર્યું, તે વધુ ચાર-પાંચ વર્ષ રમી શક્યો હોત. હું કોઈને ચેલેન્જ કરું છું કે યુવરાજ સિંહ જેવો પુત્ર પેદા કરે. ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગ પણ કહી ચૂક્યા છે કે તેઓએ યુવરાજ સિંહ જેવો ખેલાડી ક્યારેય જોયો નથી. તેણે કેન્સર સામે લડીને દેશ માટે વર્લ્ડ કપ જીત્યો હતો, તેથી તેને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે છે.યુવરાજ સિંહ અને ધોનીએ ભારત માટે એકસાથે કુલ 273 મેચ રમી છે.

બંનેએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ઘણીવાર યાદગાર ભાગીદારી કરી છે. બંને ક્રિકેટર ધોનીની કપ્તાની હેઠળ T20 વર્લ્ડ કપ અને ODI વર્લ્ડ કપ જીત દરમિયાન મર્યાદિત ઓવરોની ટીમના ચહેરા હતા. યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ODI વર્લ્ડ કપમાં મિડલ ઓર્ડરમાં ટીમને મજબૂત બનાવી હતી. યુવીએ બોલિંગમાં પણ ધૂમ મચાવી હતી.

Previous Article

મોલના ઓપનિંગ ડે પર જ મચી લૂંટ, હજારો લોકો તૂટી પડ્યા- અડધા કલાકમાં જે હાથમાં આવ્યું એ...

Next Article

રસ્તા વચ્ચે આવી ગયો સિંહ, આવવા-જવાવાળાના થમી ગયા શ્વાસ અને પછી...જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version