લો બોલો! ઓલમ્પિકમાં બ્યુટીફૂલ દેખાવ બેશુમાર ખૂબસુરતી જ બની મુસીબત, ઓલિમ્પિકથી નીકાળી મોકલી દેવાઇ ઘરે

આ દિવસોમાં ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિક 2024 અને પેરાલિમ્પિક ગેમ્સ ફ્રાન્સમાં આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી ઇવેન્ટ છે. ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી શરૂ થઈ છે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન રમાયેલી દરેક રમત અને તેની જીત-હાર ઇતિહાસમાં નોંધવામાં આવશે. હાલમાં વિવિધ દેશોમાંથી રોજેરોજ ખેલાડીઓની જીતના સમાચારો આવી રહ્યા છે.

જો કે, આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે પેરાગ્વેની સ્વિમર Luana Alonso ને તેના ખરાબ વલણના કારણે પેરિસ ઓલિમ્પિકમાંથી ઘરે પરત મોકલવામાં આવી છે, અને ત્યારબાદ તેણે સ્વિમિંગમાંથી નિવૃત્તિ પણ લઈ લીધી. પરંતુ આ હકિકત કંઇક અલગ જ છે.

રીપોર્ટ્સ મુજબ, લુઆનાને ઘરે મોકલવાનું કારણ કારણ તેની અદભૂત સુંદરતા છે, તેની વધારે પડતી સુંદરતા બાકીની ટીમને બેધ્યાન કરી રહી હતી. લુઆનાએ તેની સુંદરતાના કારણે પેરિસ ઓલિમ્પિકમાં ઘણા લોકોના દિલ જીતી લીધા હતા, વધારે તો પેરિસ ઓલિમ્પિકના એથ્લેટ્સના, અને આ તેમના માટે ખૂબ મોંઘું સાબિત થયું. કારણ કે તેના સાથી તેની સુંદરતાને હેન્ડલ ના કરી શક્યા.

પેરાગ્વે પરત ફર્યા બાદ લુઆનાએ સ્વિમિંગમાંથી નિવૃત્તિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. જો કે, આગળ તેનો શું પ્લાન છે તેનો ખુલાસો તેણે નથી કર્યો. ભલે લુઆના કોમ્પિટીશનના ફાઇનલ માટે ક્વોલિફાઇ નથી કરી શકી પરંતુ તો પણ તેને પેરિસ ગેમ્સની ઓફિશિયલ ક્લોઝિંગ સેરેમની સુધી ઓલિમ્પિક વિલેજમાં રહેવાની અનુમતિ છે, જે 11 ઓગસ્ટે થવાની છે.

લુઆનાને કથિત રીતે ઓલંપિક વિલેજની અંદર પોતાનું આવાસ ખાલી કરવા માટે કહેવામાં આવ્યુહતુ અને તેને પોતાના ઘરે પરત ફરવું પડ્યુ હતુ. કથિત રીતે તેની રાષ્ટ્રીય ટીમના પ્રબંધકે દાવો કર્યો હતો કે તેની ઉપસ્થિતિથી પૈરાગ્વેની તેની પૂરી ટીમ પર ખોટો પ્રભાવ પડી રહ્યો હતો. જોકે, લુઆનાએ અત્યાર સુધી ઓલંપિક વિલેજ છોડવાવાળા મુદ્દા પર કોઇ ટિપ્પણી કરી નથી.

Previous Article

'જબ વી મેટ' એક્ટ્રેસ દિવ્યા સેઠ પર તૂટી પડ્યો દુખોનો પહાડ, એકની એક દીકરીનું નિધન, ઉંમર ફક્ત 24 વર્ષ, જુઓ તસવીરો

Next Article

કોલેજમાં વિદ્યાર્થીઓએ કરી અશ્લીલતાની હદો પાર, દિવાલે ચીપકાઈને કરવા લાગ્યા ફિલ્મો જેવી કિસિંગ સીન- વીડિયો થયો વાયરલ

error: Protected Content!
Exit mobile version