એક્ટ્રેસ દિવ્યા શેઠ પર તૂટી પડ્યો દુખોનો પહાડ, 24 વર્ષની ઉંમરે દીકરીનું થયુ નિધન
ટીવીથી લઈને બોલિવૂડ સુધી નામ કમાવી ચૂકેલી એક્ટ્રેસ દિવ્યા શેઠ શાહ અને તેના પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. દિવ્યાની એકની એક પુત્રી મિહિકા શાહનું નિધન થયું છે. મિહિકા ઘણી નાની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહી હતી અને 5 ઓગસ્ટના રોજ સ્ટ્રોક આવ્યા બાદ તેણે અંતિમ શ્વાસ લીધા.
મિહિકાના મોતથી ઘરમાં શોકનો માહોલ છે. તેની નાની અને અભિનેત્રી સુષ્મા સેઠની હાલત ખરાબ છે. 8 ઓગસ્ટના રોજ પુત્રીની પ્રાર્થના સભાની પોસ્ટ શેર કર્યા પછી, ચાહકોને આ હૃદયદ્રાવક સમાચાર વિશે જાણ થઈ. દિવ્યાએ 9 દિવસ પહેલા તેની પુત્રી અને માતા સાથેનો ફોટો શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘DNA જ એકમાત્ર વાસ્તવિકતા છે. બાકી બધું મહેનતનું કામ છે.
માતૃત્વ માટે આભાર. દિવ્યા સેઠ વિશે વાત કરીએ તો, તે ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે. તેણે તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ‘હમ લોગ’થી કરી હતી. તેણે ‘જબ વી મેટ’, ‘ઈંગ્લિશ વિંગ્લિશ’, ‘દિલ ધડકને દો’, ‘આર્ટિકલ 370’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિવ્યા ‘ધ મેરિડ મેન’, ‘સિટી ઓફ ડ્રીમ્સ’ અને ‘દુરંગા’ જેવી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.
દિવ્યાની માતા સુષ્મા સેઠ બોલિવૂડની જાણીતી અભિનેત્રી રહી ચુકી છે. સુષ્મા શેઠ તેમના સમયની લિજેન્ડ અભિનેત્રી રહી છે. કહેવાય છે કે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સાથે માતા અને પુત્રી બંનેનું ગાઢ જોડાણ છે. દિવ્યાને અભિનેતા પોતાનો અભિનય ગુરુ માને છે. દિવ્યાની માતાએ ‘કભી ખુશી કભી ગમ’માં અભિનેતા સાથે કામ કર્યું છે.
