લ્યો બોલો / હવે તો હદ થઈ..દીકરાના દોસ્તને જ દિલ દઈ બેઠી માતા! 18 વર્ષના નાના છોકરા સાથે થઈ ગયો પ્રેમ અને પછી લગ્ન પણ કરી લીધા!

પ્રેમ શબ્દ આવે એટલે આપણી આંખ સમક્ષ અનેક કિસ્સાઓ આવે..અને ધણા આપણે જોયા પણ છે.પ્રેમને લઈને અનેક ઘણી કહેવતો પણ છે,કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પ્રેમને કોઈ સીમાડા નથી નડતાં કે પ્રેમ કરવાની કોઈ ઉંમર હોય છે..


આજકાલ અજીબોગરીબ કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 44 વર્ષીય તાન્યા અને 26 વર્ષીય જોસુ પતિ-પત્ની છે. તેમની ઉંમર વચ્ચે 18 વર્ષનો તફાવત છે. જોસુ માત્ર 19 વર્ષનો હતો ત્યારે તેની મુલાકાત તાન્યા સાથે થઈ હતી. આ મુલાકાત કેવી રીતે પ્રેમમાં પરિણમી અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા.


ધ સન વેબસાઇટના અહેવાલ અનુસાર 44 વર્ષીય તાન્યા ચાર બાળકોની માતા અને 26 વર્ષીય જોસુ પતિ-પત્ની છે. તેમની ઉંમર વચ્ચે 18 વર્ષનો તફાવત છે. જોસુ માત્ર 19 વર્ષની ઉંમરે તાન્યાને મળ્યો. તેમને પણ ખબર ન હતી કે તેમની આ મુલાકાત પ્રેમમાં અને ત્યારબાદ લગ્નમાં ફેરવાઇ જશે.જોસુ તાન્યાના બે પુત્રોનો મિત્ર છે. તે શરૂઆતથી જ તેના ઘરે આવતો હતો. જ્યારે પણ તે તાન્યાને જોતો, ત્યારે તે ઘણીવાર આશ્ચર્યચકિત થઈ જતો, કારણ કે તાન્યા તેના મિત્રોની માતાઓ જેવી બિલકુલ દેખાતી નહોતી.

પતિથી છૂટાછેડા પછી, તાન્યા એકલતા અનુભવવા લાગી. તે જ સમયે, જોસુનું પણ તેના જીવનસાથી સાથે બ્રેકઅપ પણ થયું. તાન્યાએ કહ્યું કે તેને જોંસુ પહેલા બિલકુલ પસંદ ના હતો પરતું ધીમે ધીમે બંને નજીક આવ્યા અને પછી એકબીજાને ડેટ કરવા લાગ્યા. લગભગ બે વર્ષ પછી તેમના લગ્ન થયા, અને હવે તેઓ તેમની રિલેશનશીપ આગળ વધારવા માંગે છે. જોકે, આ વિચિત્ર સંબંધને કારણે, આ કપલને ઘણીવાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.


જોકે, મહિલા કહે છે કે જ્યારે તેઓ સંબંધમાં આવ્યા ત્યારે જોસુ 21 વર્ષનો હતો, એટલે કે તે પુખ્ત વયનો હતો અને પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હતો. તો, તેમાં કઇ ખોટું નથી. તે જ સમયે, તાન્યાના પુત્રો સાથે જોસુનો સંબંધ પહેલા જેવો જ છે. તેઓ હજુ પણ એ જ રીતે સાથે મજા કરે છે. આ દંપતીએ તાજેતરમાં ‘લવ ડોન્ટ જજ’ નામની યુટ્યુબ ચેનલ પર તેમની અનોખી પ્રેમકથા વર્ણવી હતી.

Previous Article

ફ્રાન્સના રાષ્ટ્રપતિને પત્નીએ બધાની સામે મારી જોરદાર થપ્પડ! કહ્યું- હતી મજાક! જુઓ વીડીયો

Next Article

રસ્તામાં અર્થી જોવી શુભ કે અશુભ ? શું કરવાથી ખુલે છે કિસ્મતના બંધ દ્વાર

error: Protected Content!
Exit mobile version