શું કોઈ એવું પણ કરે? આ મહિલાએ 180 મીટર માટે બોલાવી OLA બાઈક, તેની પાછળનું કારણ પણ છે જબરજસ્ત! જાણીને ચોંકી જશો

આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. અને જેનો લોકો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. અને એમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા જેનો લોકો ખૂબ જ ઉપયોગ કરે છે. ટેકનોલોજીથી કલાકોનું કામ ચપટી વગાડતા જ થઈ જાય. આપણે સોશિયલ મીડિયા પર આપણે અજબ ગજબના વીડીયો જોઈએ છીએ, હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખૂબ વાયરલ થયો છે, જેમાં એક મહિલાએ માત્ર 180 મીટરના અંતર માટે ઓલા બાઈક બુક કરી હતી. મહિલાએ માત્ર 180 મીટરના અંતર માટે ઓલા બાઈક બુક કેમ કરી તેનું કારણ જાણીને તેમ ચોંકી જશો અને હસવાનું પણ નહીં રોકી શકો.

વીડીયોમાં જોઈ શકાય છે કે સવાર પિકઅપ પોઈન્ટ પર પહોંચે છે, OTP દાખલ કરે છે અને ખૂબ જ ટૂંકા અંતર માટે ઓલાની બાઈક બુક કરાવે છે. ઓલાવાળાને પણ નવાઈ લાગી કે આટલા ટૂંકા અંતર માટે ઓલા બુક કરાવી. ઓલવાળાએ આની પાછળનું કારણ પૂછતાં છોકરીએ કહ્યું કે અમારી આ બાજુ રખડતાં કૂતરાનો બહુ ત્રાસ છે અને ગમે તેને કરડી જાય છે એટલે તેનાથી બચવા બાઈક બુક કરાવી હતી. ઓલાવાળાને પણ વિચારમાં પડી ગયો, સવાર હસે છે, પરંતુ સંપૂર્ણ વ્યાવસાયિકતા સાથે તેને ડ્રોપ લોકેશન પર છોડી દે છે. આ જોતાં લાગી રહ્યું છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ સેવાઓ સલામતી અને સુવિધા બંનેનું સાધન બની રહી છે.

ખરેખર આ વીડીયો એક રાઇડરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘રોહિત વ્લોગસ્ટર’ પર શેર કર્યો હતો. રાઈડ પૂરી થતાં જ, એપ પર 19 રૂપિયાનું પેમેન્ટ બતાવવામાં આવે છે. અને હાલ આ વીડીયો કે જે ખબ જ વાઇરલ થઈ રહ્યો છે. અને યુઝર્સ વીડિયો પર ફની અને હૃદયસ્પર્શી કોમેન્ટ કરી રહ્યા છે.એક યુઝરે લખ્યું, “આભાર ભાઈ, તમે છોકરીને સુરક્ષિત અનુભવ કરાવ્યો.” બીજાએ મજાકમાં કહ્યું, “ઈન્જેક્શન લેવા કરતાં 19 રૂપિયા ચૂકવવા વધુ સારા છે.” બીજાએ લખ્યું, “કલ્પના કરો કે જો કૂતરો ગંતવ્ય સ્થાને જ મળી જાય તો શું થશે?” વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે આજના સમયમાં ટેકનોલોજી નાના ડરને પણ દૂર કરવાનું સાધન કેવી રીતે બની શકે છે.

Previous Article

દેશી મહિલા એ વિદેશી પતિ સાથે કર્યું એવું કે વાયરલ થયો વીડિયો, યુઝર્સ કેહવા લાગ્યા ... જુઓ વીડિયો

Next Article

એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનાને 15 દિવસ પણ નહોતા વીત્યા ત્યાં બે પ્લેન વચ્ચે થઇ ટક્કર, એકના વિંગે બીજાની ટેલને સલાડની જેમ કાપી દીધી

error: Protected Content!
Exit mobile version