Video: મનચલોને યુવતિએ શિખવ્યો સબક, છેડતી કરવા પર બજાર વચ્ચે દોડાવી દોડાવીને માર્યા

મુરાદાબાદમાં એક યુવતિઓ ખરાબ ટચ કરવા પર ત્રણ છોકરાઓને દોડાવી દોડાવીને માર્યા. યુવતી મંદિરથી પરત ફરી રહી હતી, ત્યારે બાઇક પર સવાર ત્રણ યુવકોએ કમેન્ટ કરી અને બેડ ટચ કર્યુ. ત્યારપછી યુવતીએ આરોપી સાથે ઝપાઝપી કરી. તેઓને લાતો અને મુક્કાથી માર માર્યો. જ્યારે આરોપીઓ પોતાને છોડાવીને ભાગી રહ્યા હતા ત્યારે યુવતીએ લિફ્ટ લઈને આરોપીઓને પકડી લીધા.

આ પછી તેમને બજારમાં દોડાવી દોડાવીને માર્યા. તે તેમને ઢસડીને પોલીસ સ્ટેશન ખેંચી જવા લાગી. જેના પર આરોપીએ યુવતી પર હુમલો કર્યો હતો. પરંતુ યુવતી ડરી નહિ અને પોલીસ આવી ત્યાં સુધી બહાદુરીથી લડતી રહી. આ ઘટના મુરાદાબાદના કાંઠની છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે. યુવતિએ જણાવ્યુ કે- મંગળવારે તે મંદિરથી ઘરે પરત ફરી રહી હતી, બજારમાં એચપી ગેસ એજન્સી પાસે 3 લોકોએ કોમેન્ટ કરી.

પહેલા તો તેણે કશું કહ્યું નહિ અને સહન કરવાનું ચાલુ રાખ્યું, પણ થોડા સમય પછી ત્રણેય પાછળ આવવા લાગ્યા. યુવતિએ તેમને ના પાડી. કહ્યુ- બદ્તમીઝી ન કરો, પરંતુ યુવક સહમત ન થયો. ખરાબ રીતે ટચ કર્યુ. પછી તેણે દોડીને એક યુવકને પકડી લીધો. જ્યારે તે પોલીસ સ્ટેશન લઈ જવા લાગી ત્યારે ત્રણેયે તેના પર હુમલો કર્યો. પછી યુવતિએ પણ લાતો અને મુક્કાથી માર માર્યો અને આરોપી જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા.

યુવતિએ બાઇક પર લિફ્ટ લીધી અને તેમનો પીછો કર્યો. થોડા અંતરે તેણે આરોપીઓને પકડી લીધા અને ફરીથી લાતો-મુક્કાથી માર માર્યો. માહિતી મળતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે.

Previous Article

રોહિત શર્માએ રસ્તા વચ્ચે કરોડોની કાર રોકી છોકરીને કર્યુ બર્થ ડે વિશ, વીડિયો જોઇ તમારા ચહેરા પર પણ આવી જશે ક્યુટ સ્માઇલ

Next Article

પાકિસ્તાનમાં આવી રીતે નવરાત્રિ મનાવે છે હિંદુ, જુઓ વીડિયોમાં નજારો

error: Protected Content!
Exit mobile version