રોહિત શર્માએ રસ્તા વચ્ચે કરોડોની કાર રોકી છોકરીને કર્યુ બર્થ ડે વિશ, વીડિયો જોઇ તમારા ચહેરા પર પણ આવી જશે ક્યુટ સ્માઇલ

રોહિત શર્માએ તો દિવસ બનાવી દીધો…રસ્તા પર ફેનને કર્યુ બર્થડે વિશ- વાયરલ થયો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા જ્યાં પણ જાય છે ત્યાં છવાઇ જાય છે. ક્રિકેટના મેદાન પર તેની બેટિંગ હોય કે પછી કેપ્ટનશીપ કરતી વખતે તેનો દેશી સ્લૈંગ..ચાહકોને તે ખૂબ પસંદ આવે છે. આ કારણે જ ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહેતા હોય છે, પરંતુ જો રોહિત શર્મા ભીડવાળા રસ્તા પર ટ્રાફિકમાં રોકાઈને કોઇ ફેનને જન્મદિવસની શુભેચ્છા પાઠવે તો ? કદાચ તે ફેન પોતાને વિશ્વનો સૌથી નસીબદાર વ્યક્તિ માને છે. તે તેના માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું હશે.

આવું જ એક દ્રશ્ય તાજેતરમાં જોવા મળ્યું જ્યારે રોહિત શર્માએ લેમ્બોરગીનીમાં સવાર થઈને મુંબઈના રસ્તા પર એક ગર્લ ફેનને બર્થ ડે વિશ કર્યુ. બ્લુ લક્ઝરી કારમાં બેસીને રોહિતે ફેન સાથે હાથ મિલાવ્યા અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રોહિત શર્માની નમ્રતા માટે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

જણાવી દઇએ કે કેપ્ટન રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની તૈયારી કરી રહ્યો છે. તાજેતરમાં જ રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું. જો કે ન્યુઝીલેન્ડની ટીમ ઘણી મજબૂત છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા પોતાની તૈયારીમાં કોઈ કસર છોડવા માંગતો નથી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.

Previous Article

બિલ્ડિંગમાં ઘુસતા જ સ્ટાફ પર ભડકી કાજોલ, ગુસ્સાવાળુ રૂપ જોઇ યુઝર્સ બોલ્યા- બેવજહનો એટિટયૂડ- આ તો નાની જયા બચ્ચન છે...

Next Article

Video: મનચલોને યુવતિએ શિખવ્યો સબક, છેડતી કરવા પર બજાર વચ્ચે દોડાવી દોડાવીને માર્યા

error: Protected Content!
Exit mobile version